રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત મહિના કરતાં વધુ સમય થી યુદ્ધ ચાલી રહ્યુ છે. એમ માનવામા આવતું હતું કે રશિયા સામે યુક્રેન યુધ્ધમાં ટક્કર આપી શકશે નહિ પરંતુ તેનાથી વિપરીત યુક્રેને યુધ્ધમાં પડકારો ઉભા કર્યા હવે પરિસ્થિતિ એવી પણ સર્જાઈ છે. કે રશિયા દેશમાં આંતરિક વિરોધનો પણ સામનો કરી રહ્યું છે. હાલમાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કેટલીક ભૂલોનો સ્વીકાર કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઇ શોઈગુ અને પ્રવકતા દિમિત્રી પેસિકોવ દ્વારા પણ ભૂલોનો સ્વીકાર કરવામાં આવ્યો છે એટલે સુઘી કે રશિયા દ્વારા પરમાણુ હથિયારની ધમકી સામે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનનો કરારો જવાબ આવ્યો હતો. હાલમાં જ રશિયા દ્વારા યુધ્ધનો અનુભવ ન હોય તેમને અને વૃધ્ધો ને પણ સેનામાં સમાવેશ કરવાના નિર્ણયની પણ વિશ્વમાં ચર્ચા થઈ રહી છે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાની ભૂલોનો કર્યો સ્વીકાર….
RELATED ARTICLES