- સલમાને કહ્યું કે ‘બિગ બોસ’ની ફી એક હજાર કરોડ રૂપિયાના ચોથા ભાગ જેટલી પણ નથી..
બિગ બોસ શોને હોસ્ટ કરવા માટે બોલીવુડ એકટર સલમાન ખાનની ફી ૧૦૦૦ કરોડ રૂપિયા હોવાની ગત ઓગસ્ટ મહિનામાં ચર્ચા થતી હતી. જો કે હાલમાં એક શોની લોન્ચિંગ ઇવેન્ટમાં ગૌહર ખાને સલમાનને પ્રશ્ન પૂછ્યો હતો કે તેણે બિગ બોસ શો હોસ્ટ કરવા માટે એક હજાર કરોડ રૂપિયા લીધા છે? આ અંગે સલમાન ખાને ચોખ્ખી ના પાડી દીધી હતી. અને કહ્યું હતું કે આ બધી ખોટી વાતો છે. સિઝનમાં આટલા પૈસા મળ્યા હોત તો તે લાઇફમાં ક્યારેય કામ કરશે નહીં. જોકે, લાઇફમાં એક દિવસ એવો જરૂર આવશે, જ્યારે તેને આટલા પૈસા મળશે.

સલમાને વધુમાં એમ પણ કહ્યું હતું કે તેને ૧૦૦૦ કરોડ રૂપિયાના ચોથા ભાગ જેટલી પણ ફી બિગ બોસ હોસ્ટ કરવા માટેની નથી. આ રિપોર્ટ્સ ED વાળા પણ વાંચે છે અને પછી ચેક કરવા માટે ઘરે આવે છે. પછી તેમને ખ્યાલ આવે છે કે તેની પાસે કેટલી સંપત્તિ છે. બિગ બોસ શોની શરૂઆત પહેલી ઓકટોબરથી થઇ રહી છે. મીડિયા રીપોર્ટસ અનુસાર સલમાન ખાને 15મી સિઝનમાં સલમાને 350 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. તો 16મી સિઝનમાં ત્રણ ગણી ફી વસૂલી છે.