-મકતમપુર ડી.ડી.ઓ. બંગ્લોઝ સામે યુ ટર્નના કટ પાસે ડીવાઈડર સાથે ભટકાતા બસ ચોરીની હોવાનું માલુમ પડ્યું
-સી ડીવીઝન પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો અન્ય બે ફરાર
ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગ નગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરેલ ૪૫ લાખની લક્ઝરી બસની ચોરી ભાગવા જતો વાહન ચોરી બસને અકસ્માત નડતા ઝડપાઈ ગયો હતો
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જયરાજ હરીશચંદ્ર કરાડે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગતરોજ પોતાના ઘરે હતા તે દરમિયાન સી ડીવીઝન પોલીસ ખાતેથી ફોન આવ્યો હતો અને તેઓની લક્ઝરી બસ નંબર-જી.જે.૧૬.એ.વી.૭૩૫૪ની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું.

સાથે બસનું મકતમપુર ડી.ડી.ઓ. બંગ્લોઝ સામે યુ ટર્નના કટ પાસે ડીવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયું હોવાનું કહેતા જ જયરાજ હરીશચંદ્ર કરાડે ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા જેઓને જાણવા મળ્યું હતું કે તેઓની બસનો ચાલક ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગ નગરના કોમન પ્લોટ પાસે ૪૫ લાખની લક્ઝરી બસ પાર્ક પોતાના ઘરે ગયા હતા

દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની બસની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું સી ડીવીઝન પોલીસે બસની ચોરી કરી ફરાર થઇ રહેલ સિંધોત ગામના મહાદેવ મંદિર ફળિયામાં રહેતો રાહુલ ગોપાલ વસાવાને ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતા બસની ઉઠાંતરી કરી ચિરાગ ગૌસ્વામી અને નાઝીમ પટેલ શેખ સાથે તે ભાગી રહ્યા હતા તે વેળા અકસ્માત સર્જાયા બાદ ત્રણેય ઈસમો ફરાર થઇ રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેને પકડી પડ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.