વડોદરાના એકતાનગરમાં બાળકો ઉઠાવી જવાના આરોપમાં એક યુવાનને સ્થાનિક ટોળાએ મરણતોલ મારમાર્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.આ સમય દરમિયાન પોલીસ ત્યાં આવી જતાં ગંભીર ઇજા પામેલા કહેવાતા બાળક ચોરને પોલીસના હવાલે કર્યો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.મળેલી માહિતી પ્રમાણે વડોદરાના એકતાનગરમાં બાઇક ઉપર આવેલ એક યુવાન બાળક ઉઠાવી જઇ રહ્યો હોવાની સ્થાનિક લોકોને શંકા જતાં, જોતજોતાંમાં ટોળું એકઠું થઇ ગયું હતું. અને કહેવાતા બાળક ચોરને હાથ અને લાતો ઉપરાંત હાથમાં જે આવ્યું તેનાથી મરણતોલ મારમાર્યો હતો. બાળક ચોર યુવાનને માથામાં ઇજા થતાં લોહી લૂહાણ થઇ ગયો હતો.
કહેવાતો બાળક ચોર લોકોના મારથી રોડ ઉપર બેભાન થઇ ગયા પછી પણ લોકો લાતો અને મુક્કા મારતા રહ્યા હતા. દરમિયાન આ અંગેની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. અને ટોળાના ચુગાલમાથી કહેવાતા બાળક ચોરને ગંભીર હાલતમા ટોળામાંથી લઈ ગય હતી. ગંભીર ઇજા પામેલા કહેવાતા બાળક ચોરને હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવનો વિડિયો વાયુવેગે શોશ્યલ મિડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગય હતી.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)