તા 1 ઓક્ટોબરના રોજથી 5G નેટવર્ક શરૂ થશે તે આનંદના સમાચાર છે મોબાઇલનો વ્યાપક ઉપયોગ કરનાર તમામ માટે 5G નેટવર્કની સુવિધા પ્રાપ્ત થાય તે બાબત ખુબ મહત્વની અને આનંદ ની બાબત છે. હાઈ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સેવા તા 1 ઓક્ટોબર થી શરૂ થશે. પરંતું 5Gની સેવા શરૂ થયા બાદ તેની અસર વિમાનોના ઉડાન પર પડી શકે છે આજ કારણોસર ડાયરેક્ટર જનરલ ઑફ સીવીલ એવીએશન એટલે કે DGCA દ્વારા ઍક પત્ર પાઠવવામાં આવ્યો છે આ પત્રમાં 5G નેટવર્કની સુવિધા બાદ વિમાનોના નિયંત્રણમાં કેવી સમસ્યા ઉદભવી શકે છે તે અંગે જાણ કરવામાં આવી છે આ પત્રની વિગત જોતાં તરંગ લંબાઈના બેન્ડમાં ઓપરેટ કરતુ 5G મોબાઇલ નેટવર્ક એરોપ્લેનમાં વપરાતા રેડિઓ અલ્ટીમીટરની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરી શકે છે. ખાસ કરીને એરપોર્ટની નજીક આવેલ 5G નેટવર્કના ટાવર વિક્ષેપ ઉભો કરી શકે છે તેથી વિમાનના લેન્ડિંગ અંગે સમસ્યા ઉભી થઇ શકે છે. ખરાબ હવામાન, વરસાદ વગેરે પરિસ્થિતીમાં વધુ સમસ્યા સર્જાય તેવી સંભાવના જણાઈ રહી છે.
તા. 1 ઓક્ટોમ્બરના રોજ 5G નેટવર્ક શરુ થશે પરંતુ વિમાનોની સલામતીનુ શું… ચિંતાનુ વાતવરણ….
RELATED ARTICLES