Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeસુરત શહેરમાં પાલક પિતાએ જ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

સુરત શહેરમાં પાલક પિતાએ જ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

  • નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં પિતાએ પુત્રને દાદર ઉપરથી ધક્કો મારતા પુત્રનું સારવાર દરમિયાન મોત
  • પુત્ર ધોરણ 10 માં અભ્યાસ કરવાની સાથે એક્સટર્નલ પરીક્ષાની તૈયારી પણ કરતો હતો

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થતા જ પિતાએ પુત્રને ધક્કો મારતા પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાખસન નગરમાં રમેશ બાવીસ્કર અને તેમનો 18 વર્ષીય પુત્ર રિતેશ બાવીસ્કર રહે છે. પિતા અને પુત્ર બંને સાથે જ કપડા સીવવાનું કામ કરે છે. રિતેશ બાવીસ્કર ધોરણ 10 માં અભ્યાસ કરવાની સાથે એક્સટર્નલ પરીક્ષાની તૈયારી પણ કરતો હતો. ગતરોજ મોડી રાત્રે ટીવીના ડીટીએસ રિચાર્જ કરવા માટે પિતા અને પુત્ર વચ્ચે ટીવીના ડીટીએસ રિચાર્જ કરવા માટે પુત્ર એ પિતા પાસે પૈસા માંગ્યા હતા. આ વાતને લઈને પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વાત પર ઉસકેરાઈ ગયેલ પિતાએ પુત્રને દાદર ઉપર ધક્કો મારતા પુત્ર નીચે પટકાતા માથાને ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ૧૦૮ સેવાની મદદ વડે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જોકે હાલ આ અંગે પાંડેસરા પોલીસે ફક્ત અકસ્માતનો જ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!