માતા કાત્યાયની દુર્ગા માતાનો છઠ્ઠો અવતાર છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે તેમની પૂજા કરે છે તે ચાર પુરુષાર્થ ચતુષ્ટ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરે છે. કારણ કે તેમનો જન્મ કાત્યા ગોત્રના મહર્ષિ કાત્યાયનની પુત્રીના રૂપમાં થયો હતો. તેથી તેમનું નામ કાત્યાયની રાખવામાં આવ્યું હતું. તેમનો રંગ સોના જેવો તેજસ્વી છે અને તેમને ચાર હાથ છે. ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેનો હાથ વરા મુદ્રામાં છે. ઉપરના ડાબા હાથમાં તલવાર છે અને નીચેના હાથમાં કમળનું ફૂલ છે. તેમનું વાહન પણ સિંહ છે.
મા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર
चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥
માતાજીની પૂજા
માતા કાત્યાયનીની પૂજામાં લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરીને તેમનું પૂજન કરવું જોઈએ. માતાને પીળા ફૂલ અને પીળું નૈવેધ અર્પણ કરવું જોઈએ. જ્યારે પૂજાની થાળી તૈયાર કરો છો ત્યારે પૂજાની થાળીમાં કંકુ, અક્ષત, હળદર, મહેંદી સહિત તમામ પૂજન સામગ્રી તથા વસ્ત્ર સમર્પિત કરો. દેવી માને હળદરની 3 ગાંઠ અર્પણ કરો. માતાને મધ ખુબ પ્રિય છે આથી તે સમર્પિત કરવું જોઈએ.
પૌરાણિક કથા
મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને પોતાની તપસ્યાથી ખુશ કરીને માતાને પોતાની પુત્રી સ્વરૂપે માંગ્યા હતાં. ત્યારબાદ માતા દુર્ગાએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો, આથી તેમનું નામ દેવી કાત્યાયની પડ્યું. માતા કાત્યાયનીની ઉપાસનાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે. સાધકોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે. વિજયાદશમીના દિવસે માતા કાત્યાયનીએ મહિષાસુરનો વધ કર્યો હતો.