ભરૂચમાં શુક્રવારે બપોરે જૂની મામલતદાર કચેરી પાસે ચાલુ રીક્ષામાં સાપ નીકળતા પેસેન્જર અને ઓટો ચાલકના જીવ ટાળવે ચોંટી ગયા હતા.
જૂની મામલતદાર કચેરી પાસેથી શુક્રવારે બપોરના અરસામાં એક રીક્ષા ચાલક પેસેન્જર બેસાડી જઈ રહ્યો હતો. દરમિયાન રીક્ષામાં એકાએક સાપ દેખા દેતા ધમાચકડી મચી ગઇ હતી. તુરંત રીક્ષા ઉભી રાખી ચાલકે જીવદયા પ્રેમીને જાણ કરી હતી.

જીવદયા પ્રેમીઓએ દોડી આવી રિક્ષામાંથી સલામત રીતે સાપને રેસ્ક્યુ કરી લેતા ભેગી થયેલી ભીડ અને રીક્ષા ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.