- ભરૂચ સ્વચ્છતા સર્વેક્ષણમાં 15માં સ્થાને આવવા બદલ ધારાસભ્ય દુષ્યંત પટેલે આપ્યા અભિનંદન
- આગામી વર્ષે રાજ્યમાં સ્વચ્છતામાં શહેર ટોપ 5 માં રહે તે માટે નાયબ ઉપદંડકે લોકોને સંકલ્પબદ્ધ કર્યા
આદ્યશક્તિના આરાધનાનું પર્વ નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પોહચતા ગરબા આયોજકો અને ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થઈ રહ્યો છે. ભરૂચના પટેલ સોસાયટીનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલકાઈ રહ્યું છે.

સાતમા નોરતે ગાંધી જ્યંતી હોવાથી પટેલ નવરાત્રી મહોત્સવમાં ફ્લેશ લાઈટના સહારે ગાંધી ભજનોની રમઝટ ગાયક વૃંદે બોલાવી હતી. જેના ઉપર ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા.સાથે જ વિધાનસભા ઉપદંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્વરછતા સર્વેક્ષણમાં ભરૂચ 15માં સ્થાને રહેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. અને ખેલૈયાઓ તેમજ શહેરીજનોને સંકલ્પબદ્ધ કર્યા હતા કે, આગામી વર્ષે સ્વચ્છતામાં ભરૂચ રાજ્યમાં ટોપ 5 માં આવે. જેમાં આપણે સૌ કોઈ સહભાગી બનીએ તે માટે અનુરોધ કર્યો હતો.
