- પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરાયું
અંકલેશ્વરમાં ભાલીયા કોરી પટેલ સમાજ સહીત માં ભક્તોએ વાવેલા જવારાનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ આસો સુદ નવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ અને અનુસ્થાનના ભાગરૂપે જવારાનું વાવેતર કરી નવ દિવસ પૂજન અર્ચન કર્યું હતું.અને ગરબે જુમી માં અંબાની આરાધનામાં કરી હતી અંકલેશ્વરમાં વસતા ભાલીયા કોરી પટેલ સમાજ દ્વારા પણ માતાજીની મૂર્તિની સ્થાપના કરી જવારા વાવી માતાજીની આરાધના કરી હતી.

નવરાત્રીની પુર્ણાહુતી થતા પાવન સ્લીલામાં નર્મદામાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.એક માન્યતા અનુસાર જવારામાં આદ્યશક્તિનો વાસ હોય છે ત્યારે શ્રદ્ધાળુઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જવારાનું પૂજન અર્ચન કર્યું હતું.




