- જંબુસર તાલુકાના પિલુદ્રા ગમે જર્જરિત દીવાલ ધરાશાયી
જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે જર્જરિત દીવાલ ધરાશાયી થતા દબાઈ ગયેલા વ્યક્તિનું વડોદરા ખાતે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું
જંબુસર તાલુકાના પિલુદ્રા ગામના ગોકુળિયા ફળિયામાં રહેતા માધવભાઈ રણછોડભાઈ પરમાર પોતાના ઘરે હતા તે દરમિયાન અચાનક જર્જરિત દીવાલ ધસી પડતા આજુબાજુમાં રહેતા રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી દીવાલ ધરાશાયી થતા માધવભાઈ પરમાર દબાઈ ગયા હતા જેઓને સ્થાનિકોએ મહા મહેનતે બહાર કાઢી તેઓએ તાત્કાલિક સારવાર માટે જંબુસર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે વેડચ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




