- ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો
- ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ
અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની આજે ઉજવણી કરવમાં આવી હતી ત્યારે ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ આજે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો ત્યારે અસત્ય પર સત્યના વિજયના આ પર્વનું ઘણું જ મહત્વ રહેલું છે.આજના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો જેમાં એસપી ડો.લીના પાટીલના સહીત પોલીસ અધિકારીઓએ તેમના શસ્ત્રો તેમજ વાહનો અને અશ્વનું પૂજન કર્યું હતું.

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પી.એસ.આઈ.એ.એસ પાટીલ તો તાલુકા પોલીસ મથક ખાતે પી.આઈ.બી.એમ.ચૌધરીના હસ્તે શસ્ત્ર પૂજન કરાયું હતું જો કે દશેરા પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની લિજ્જત માણી હતી તો ઠેરઠેર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ જોવા મળ્યું હતું.




