ભરૂચ શહેર અને જિલ્લામાં વિજયાદશમીએ નવા વાહનો ખરીદવા બાઇક અને કારનાં શો-રૂમ પર ભારે ભીડ જોવા મળી હતી. બન્ને જિલ્લામાં કાર, બાઇક અને અન્ય વાહનો મળી 1000 થી વધુ નવા વાહનોની ખરીદી થઇ હોવાનો અંદાજ છે.દશેરાએ નવા તેમજ જૂના વાહનો ખરીદવા સાથે વાહનોની પૂજા કરવાનું ચલણ હોય બુધવારે બન્ને જિલ્લાની પ્રજા નવા વાહનો ખરીદવા તડાકો બોલાવ્યો હતો.અગાઉથી કાર અને બાઇકનાં શો-રૂમમાં દશેરાએ બુક કરાવેલા વાહનોની લોકો ડિલિવરી લેવા પહોંચી ગયા હતા.નવુ તેમજ જુનુ વાહન ખરીદી જિલ્લાની પ્રજાએ તેની પૂજા કરી દશેરાએ વાહન ખરીદવાનું શુકન સાચવ્યું હતું.