અમેરિકામાં રહેતા ભારતના એક પરિવારના ચાર સભ્યોનું અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં સાઉથ હાઈવે નજીક બની હતી. ત્યાંની પોલીસે પત્રકાર પરિષદ યોજીને પરિવારના 4 સભ્યોના મોતની પુષ્ટિ કરી હતી.
ભારતીય મૂળના જસદીપ સિંહ 36, તેની પત્ની જસલીન કૌર 27, તેમની 8 મહિનાની પુત્રી આરુહી અને જસદીપના ભાઈ અમનદીપ સિંહ39, યુએસના કેલિફોર્નિયાના મર્સિડ શહેરમાં સોમવારે અપહરણ કરવામાં આવ્યું હતુ. ચારેયના મૃતદેહ એક બગીચામાંથી મળી આવ્યા હતા. કેલિફોર્નિયાના શેરીફે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકમાં એક દંપતી તેમજ તેની 8 વર્ષની બાળકી અને અન્ય એક વ્યક્તિ સામેલ છે. આ ચારેય લોકો મૂળ પંજાબના હોશિયારપુરના શીખ NRI પરિવારના સભ્ય હતા.આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અપહરણ કરનારે આ ચારેય ભારતીય લોકોની હત્યા કરી છે. આ ચારેય લોકોના મૃતદેહ એક બગીચામાંથી મળી આવ્યા છે.યુએસ પોલીસે અપહરણના સંબંધમાં ગઈકાલે એક શકમંદની ધરપકડ કરી હતી. તે પોતે પણ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.