- વંદે ભારત ટ્રેનના આગળના ભાગને નુકશાન પહોંચ્યું
- ૧૦ મિનિટના વિલંબ બાદ ટ્રેનને પૂર્વવત શરૂ કરાઈ
અમદાવાદના મણિનગર-વટવા વચ્ચેના ટ્રેક ઉપર વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન સાથે બે ભેંસ અથડાઈ હતી. જેના પગલે ટ્રેનના આગળના ભાગે વ્યાપક નુકસાન થયું હતું.
ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ની શરૂઆત એક અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરે ૧૧ કલાકે અમદાવાદમાં મણિનગર-વટવા વચ્ચેના ટ્રેક પર ટ્રેનને નાનકડો અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક ઉપર અચાનક 2 ભેંસો આવી જવાના પગલે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે મુસાફરોના જીવ ટાળવે ચોંટયા હતા. આ અકસ્માતમાં ટ્રેનને આગળના ભાગે નુકશાન પહોંચ્યું હતું. પરંતુ તેની સર્વિસ પર કોઈ અસર નોંધાઈ ન હતી. ટ્રેન ૧૦ મિનિટ સુધી થંભાવી દેવામાં આવી હતી. જો કે બાદમાં રાબેતા મુજબ સેવા પુનઃ શરૂ કરવામાં આવી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/content_image_eda8d70d-ed0d-4397-bc24-de4164172a39.jpg)
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ ટેકનિકથી વંદે ભારત ટ્રેનને લોન્ચ કરવામાં આવી હતી. આ ટેકનિકની મદદથી બે ટ્રેનના અકસ્માતને અટકાવી શકાય છે. આ ટેકનિક દેશમાં જ વિકસિત કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.