- ડ્રગ કેસમાં પૂર્વ પોલીસ અધિકારીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો
- ફાયરિંગ પહેલા પત્ની અને પુત્રની પણ હત્યા કરી
- ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી…
થાઈલેન્ડમાં એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં હુમલાખોરે અંધાધુંધ ફાયરિંગ કરતા ૩૪ લોકોના મોત થયા હતા.
થાઈલેન્ડના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં આજરોજ અંધાધુંધ ફાયરિંગની ઘટના બની હતી. હુમલાખોરે એકાએક ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કુલ ૩૪ લોકોના મોત નીપજ્યા છે. આ ૩૪ લોકોમાં ૨૨ બાળકોને પણ સમાવેશ થાય છે. આ ફાયરિંગમાં થયેલ મોતમાં ૮ માસની ગર્ભવતી શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર પૂર્વ પોલીસ અધિકારી પન્યા કામરાબએ ફાયરિંગ કર્યું હતું. ડ્રગ્સ કેસમાં પોલીસ અધિકારીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કરતા પહેલા પન્યા કામરાબે પોતાની પત્ની અને પુત્રની પણ હત્યા કરી નાખી હતી. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે પહેલા હુમલાખોરે ચાઈલ્ડ કેર સેન્ટરના સ્ટાફના ૫ લોકોને મારી નાખ્યા હતા. જે સમયે ફાયરિંગ થયું ત્યારે લોકોને એમ લાગ્યું હતું કે ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે.




