- મનુષ્યની સરખામણીમાં દસ ગણા વધારે એટલે કે ૩૨ હજાર મીલિયન ડીએનએ બેઝ જોડકા…
મેકસિકોમાં મેકસિકન એકસોલોટલ નામનો જીવ મુત્યુ પામીને પણ પોતે જીવિત થઇ શકે છે. મેકસિકોના સરોવરમાં જ આ જીવ જોવા મળે છે. તે સામન્ય રીતે ગરોળી જેવો દેખાય છે. તે દેડકાની માફક પાણી ઉપરાંત જમીન પર પણ રહી છે. આ જીવ પોતાના અંગો કપાઈ જાય ત્યારે નવા અંગો ઉગાડવાની ક્ષમતા ધરાવે છે.
માત્ર સાત જ દિવસમાં આ જીવ માંસ, નસ અને હાડકા એજ સ્થાને ઉગાડવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કરોડરજ્જુમાં ઈજા પહોંચી હોય તો તે જાતે જ સારી કરી શકે છે. એટલું જ નહિ તેના પર ઈજાના કોઈ નિશાન પણ રહેતા નથી.
મેકસિકન એકસોલોટલ તેની પોતાની બગડેલી રેટિનાને પણ સુધારી શકે છે. છેલ્લા ૧૫0 વર્ષથી આ જીવને પ્રયોગશાળામાં પ્રયોગ માટે પસંદ કરવામાં આવે છે.વૈજ્ઞાનિકો તેની અસાધારણ જૈવિક ક્રિયા અંગેનું સંશોધન કરી રહ્યા છે. તે પોતાની સરળતાની પ્રજનન શકિત ધરાવે છે. મેકસિકન એકસોલોટલ માણસ કરતા પણ મોટો જીનોમ એટલે કે જીન સમૂહ રહેલો હોય છે. મનુષ્યની સરખામણીમાં ૩૨ હજાર મીલિયન ડીએનએ બેઝ જોડકા એ દસ ગણા વધારે છે. વૈજ્ઞાનિકો એ કોષોને શોધી રહયા છે જે અંગોના ફરી પેદા થવા માટે ભૂમિકા ભજવે છે. તેના જીનોમની સંખ્યા ખૂબ હોવાથી અત્યાર સુધી તેને સમજવાનું ખુબ અઘરું છે.




