કાકડીનું પાણી
સામાન્ય રીતે કાકડીને સલાડના સ્વરૂપમાં ખાવામાં આવે છે. પરંતુ તેનું પાણી પીવાના પણ અનેક ફાયદા છે. કાકડીના પાણીમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં ઘણી ઓછી કેલેરી હોય છે. કાકડીનું પાણી પીવાના ફાયદા જાણશો તો તમે રોજ કાકડીનું પાણી પીતા થઈ જશો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/cucumberasdass-1559564113.jpg)
બનાવવાની રીત
કાકડીનું પાણી બનાવવા માટે એક સ્વચ્છ કાકડીના પતીકા કરી લો. ત્યાર બાદ તેને પીવાના પાણીમાં નાંખીને એક રાત સુધી ફ્રીઝમાં રહેવા દો. તમે બીજા દિવસે તેનો પીવામાં ઉપયોગ કરી શકો છો.
એન્ટિઓક્સિડન્ટ્સઃ
કાકડીના પાણીમાં સારા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તેમાં વિટામિન સી, બીટા કેરેટિન વગેરે સારી માત્રામાં હોય છે. તેમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ કેન્સર સામે લડત આપે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/cucumber-water-pic.jpg)
બ્લડપ્રેશર
બ્લડપ્રેશરની સમસ્યામાં પણ કાકડીનું પાણી ઉપયોગી છે. તે તમારા બ્લડપ્રેશરને કાબમાં રાખે છે.
સ્કિન
સ્કિનની સુંદરતા નીખારવા માટે કાકડીના પાણીથી સારો બીજો કોઈ વિકલ્પ નથી. આ પાણી નિયમિત રોજ પીશો તો તમારી ત્વચા પર અલગ જ પ્રકારનો ગ્લો આવશે.
શરીરની સિસ્ટમ સુધારે
આ પાણી હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તે શરીરમાંથી બધા જ ટોક્સિન્સ દૂર કરતુ હોવાથી તેનાથી મૂડ પણ સારો રહે છે. આ ઉપરાંત પરસેવા વાટે તે તમારા શરીરમાંથી બધો કચરો કાઢીને તમારા અંગોને સ્વસ્થ રાખે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/download-3.jpg)
વજન ઉતારવા માટે
કાકડીના પાણીની સૌથી વધુ અસર વજન પર થાય છે. તમે વર્ક આઉટ કરતા હોવ તો તેની સાથે કાકડીનું પાણી પીવાથી તમને વધારે ફાસ્ટ રિઝલ્ટ મળશે. આ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે. શરીરનું પાચનતંત્ર મજબૂત વધતા શરીરમાં ચરબી ઓછી જમા થાય છે અને ફટાફટ વજન ઉતરવા માંડે છે.