- કંપનીએ લાંચ ચૂકવી હોવાનો સ્વીકાર કરી સમાધાન માટે SEC ને અરજી કરી
વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ટોચની ગણાતી ભારતીય કંપની ઓરેકલે ઇન્ડિયન રેલવેના કોન્ટ્રાક્ટ માટે ચાર લાખ ડોલરની લાંચ ચૂકવી હોવાનું બહાર આવ્યું.
અમેરિકામાં કોઈ પણ કંપનીઓ વિદેશની કંપની કે ક્ષેત્રમાં લાંચ ચુકવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની કે તેના ક્રાઈમ રેટ પ્રમાણે ઉચિત દંડ ફટકારવાની જોગવાઈ છે. તો અમેરિકન શેરબજારમાં નિયમનકાર SEC એટલે કે સિકયુરિટીઝ એક્સચેન્જ કમિશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં ભારતીય કંપની ઓરેકલે લાંચ ચૂકવી હોવાનું બહાર આવ્યું છે.
તુર્કી, UAE અને ભારતમાં જુદા જુદા કોન્ટ્રાક્ટ માટે ઓરેકલે કુલ ૨.૩ કરોડ ડોલરની લાંચ આપી હોવાનું સામે આવ્યું છે. ઓરેકલે આ લાંચ કેસમાં સમાધાન માટે SEC ને અરજી પણ કરી છે. જેથી કહી શકાય કે કંપનીએ પોતે લાંચ લીધી હોવાનું સ્વીકાર કરે છે. જો કે આમાં મહત્વની વાત એ છે કે ભારતમાં રેલવે મંત્રાલયની માલિકીની મતલબ સરકારી કંપનીને આ લાંચ આપવામાં આવી છે.
ભારતમાં કામ કરતા ઓરેકલના કર્મચારીએ આ રકમ કંપનીના અધિકારીઓને તીવ્ર સ્પર્ધા હોવાથી ચૂકવી હોવાનું SECની અખબારી યાદીને જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ ૨૦૧૦માં પણ કંપની ઓરેકલ સામે આવા આરોપ મુકવામાં આવ્યા હતા. જો કે ઓરેકલ કંપનીએ એ સમયે દંડ ભરીને સમાધાન કર્યું હતું.