રાજકોટ
રાજકોટની ની ઍક મહિલા ચાર વર્ષની પુત્રીને સાથે રાખી રિક્ષા ચલાવી ઍક તરફ સંતાન ઉછેર અને બીજી બાજુ ઘરકામ કરી અને રિક્ષા ફેરવી આજીવિકા કમાઈ રહી છે….
રાજકોટની ઍક મહિલાએ સ્ત્રી સશક્તિકરણનુ આદર્શ ઉદાહરણ પૂરું પાડયુ છે ચાર વર્ષની પુત્રીને સાથે રાખી આ મહિલા
રિક્ષા હાંકી રહી છે તેમજ મહિને કમાય છે. 12 હજાર રૂપિયાની આવક ઉભી કરી રહી છે રાજકોટની એક મહિલા. પતિ સાથે ખભેખભો મિલાવી આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થઈ રહી છે.આ મહિલા વિશે વધુ વિગતે જોતા આ મહિલાનું નામ છે કાજલબેન. કાજલબેન રિક્ષા ચલાવી ઘરના ગુજરાનમાં મદદરૂપ બની રહ્યા છે. એટલું જ નહીં પણ રિક્ષા ચલાવતી વખતે પોતાની 4 વર્ષની દીકરીને સાચવી પણ રહી છે ઘરે કોઈ સાચવે તેવું ન હોય આથી તેઓ પોતાની દીકરીને રિક્ષામાં સાથે જ રાખે છે. કાજલબેન રિક્ષા ચલાવી મહિને 11થી 12 હજાર રૂપિયા કમાય છે. જેથી કાજલ બેન અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

કાજલબેને જણાવ્યું હતું કે, લેડીઝ માટે જે રિક્ષા છે તે ચલાવુ છું. લગભગ રોજ સ્કૂલના ફેરા કરું છું, ત્રણથી ચાર મહિનાથી રિક્ષા ચલાવવાનું શરું કર્યું છે. કાજલ બેને એમ પણ જણાવ્યું કે નિલેશભાઈ કોઠારી મારા શેઠ છે. તેમણે મને રિક્ષા લેવામાં બહુ સહકાર આપ્યો છે. કાજલ બેન પહેલા ઘરકામ કરતા હતા હવે ઘરકામ સાથે રીક્ષા ફેરવે છે
કાજલબેને વધુમાં જણાવ્યું હતું કે, જેના ઘરે કામ કરું છું તેણે મને રિક્ષા લેવડાવી છે. મારી દીકરી નાની છે તો હું તેને સાથે રાખીને રિક્ષા ચલાવું છું.
સવારના સમયે સાથે ન હોય કારણ કે, ત્યારે તે સૂતી હોય છે. સવારે 9 વાગ્યે તે ઉઠે ત્યારે હું તેને તૈયાર કરી બાલમંદિરે મૂકી બે ઘરના કામ કરવા જાઉ છું ત્યારબાદ 12 વાગ્યે કામ પતે એટલે દીકરી ને તેડવા જાવ. બપોર પછી રિક્ષા ચલાવું ત્યારે મારી દીકરી સાથે રહે છે કાજલ બેનના. પતિ પણ રિક્ષા જ ચલાવે છે. તેઓ સીએનજી રિક્ષા ચલાવે છે. જ્યારે કાજલ બેન પાસે પાસે ઇલેક્ટ્રિક રિક્ષા છે.