નરેન્દ્ર નાથ મિશ્રાએ જણાવ્યુ કે એક સમય હતો જ્યારે ‘ગિલ્લી દંડા’ રમત માત્ર શેરીઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે લોકો તેને ધીરે-ધીરે જાણવા લાગ્યા છે. તમે પણ નાનપણમાં આ રમત રમ્યા જ હશો અને ન રમ્યા હોય તો તેને વિશે સાંભળ્યું જ હશે. હમણાં થોડાં સમય પહેલાં જ છત્તીસગઢની ઓલિમ્પિકમાં કબડ્ડીની રમત મહિલાઓએ સાડી પહેરીને રમી હતી. આ સૌથી મોટી ટૂર્નામેન્ટ છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી 12 ટીમોએ ભાગ લીધો છે. એવી ઘણી દેશી રમતો હશે જેને તમે ક્યારેક રમી હશે કે જોઈ હશે પણ હા, અહીં એક આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર ગામડાની દેશી રમતોને ધીમે-ધીમે ટુર્નામેન્ટમાં પણ સ્થાન મળી રહ્યું છે.
આ વાયરલ વીડિયોમાં ગામના લોકો તેમજ અધિકારીઓ એક ટોળું વળીને ઉભા છે અને છત્તીસગઢના મુખ્યમંત્રી શેરી રમત એટલે કે દેશી રમત ‘ગિલ્લી દંડા’ રમતા જોવા મળ્યા છે. તેમનો ઉત્સાહ પણ જોવાલાયક છે. આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે.




