કોઇ પુરુષના લગ્ન થઈ ગયા હોય તેમ છતાં કોઇ મહિલા તેની સાથે શારીરિક સંબંધ રાખે તો તે બળાત્કાર નથી પરંતું પ્રેમ અને રોમાંચ છે.હાલના સમયમાં કોઇ પુરુષના લગ્ન થઈ ગયા હોય અને તેમ છતાં તેને કોઇ મહિલા સાથે શારીરિક સંબંધ હોય તો તેને બળાત્કાર ગુજારવાના અંગેનો ગુનો બન્યો એમ માનવામા આવે છે પરંતુ તાજેતરમા કેરળ હાઈકોર્ટે ઍક મહત્વનો ચુકાદો આપેલ છે જેમાં ઍક 33 વર્ષના પુરુષ ઍક મહિલા સાથે વર્ષ 2010થી શારીરિક સંબંધ રાખે છે અને મહિલાને વર્ષ 2013થી પુરુષ પરણિત છે તેની ખબર છે તેમ છતાં તે શારીરિક સંબંધ રાખે છે અને ત્યાર બાદ જો તે બળાત્કાર કે લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો એવો દાવો કરે તો તે યોગ્ય નથી વાસ્તવમાં પુરુષ પરણિત છે તેમ છતાં કોઇ મહિલા તેની સાથે શારીરિક સંબંધ રાખે તો તે પ્રેમ અને રોમાંચ છે. એમ કહી શકાય હાલના સમયમાં આવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળી રહ્યાં છે ત્યારે કેરળ હાઈકોર્ટેનો આ ચુકાદો અતિ મહત્ત્વનો કહી શકાય. સાથે જ આખા ચુકાદામાં નામદાર અદાલતે મહિલાને ખબર હતી કે પુરુષ પરણિત છે તેમ છતાં તે શારીરિક સંબંધ બાંધે છે તે બાબતને વધુ મહત્વ આપેલ છે.
કેરળ હાઇકોર્ટ નો મહત્વનો ચુકાદો..
RELATED ARTICLES




