નવી દિલ્હી
તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર ભારે હુમલા કરાઇ રહયા છે આવી પરિસ્થિતીમાં ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી જણાવ્યુ છે કે ભારતીયો યુક્રેન પ્રવાસ કરવાથી હમણાં બચે તે અત્યંત જરૂરી છે સાથે જ રશિયાના ખૂબ જ મહત્વપૂર્ણ 19 કિલોમીટર લાંબા ક્રિમિયા બ્રિજ પર શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યુ હતું કે કે યુક્રેન પરનો હુમલો કિવની “આતંકવાદી કાર્યવાહી”ના જવાબમાં હતો, જેમાં ક્રિમિયા બ્રિજ પરના હુમલાનો પણ સમાવેશ થાય છે. જૉકે ક્રિમિયા બ્રિજ પરના હુમલાથી હતાશ થયેલા રશિયાએ હવે યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. આ સોમવારે તા 10 ઓક્ટોબરે રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા અને એક પછી એક અનેક મિસાઈલો છોડી હતી, જેના કારણે ફરી એકવાર બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. રશિયાએ મિસાઈલ હુમલા દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિત તેના ઘણા શહેરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારોને પણ છોડ્યા ન હતા. યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોતા ભારતે તેના નાગરિકો માટે સુરક્ષા એડવાઇઝરી બહાર પાડી છે અને જણાવ્યુ છે અત્યંત જરૂર ન હોય તો યુક્રેન પ્રવાસ ટાળવું જોઈએ યુક્રેનમાં ભારતીય દૂતાવાસે સોમવારે ભારતીય નાગરિકોને યુક્રેનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસની આ એડવાઈઝરી યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષ બાદ સામે આવી છે.