ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન , જૈન સોશિયલ , નહાર આઈ બેંકનો સોમવારે રાહડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે નિધન થતાં તેમના પુત્ર રાજેશભાઈએ સંપર્ક કર્યો હતો. પુત્ર અને પરિવારે ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશનના સભ્યો સંજય તલાટી, ગિરીશ પટેલ ,ગૌતમ મહેતા દ્વારા ચક્ષુદાન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચક્ષુઓને જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત આઈ બેંકમાં મોકલી અપાયા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-11-at-3.12.35-PM-1024x768.jpeg)
દેહદાન માટે દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજનો સંપર્ક કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા દેહને દાહોદ મોકલાયો હતો. કોલેજના ડિન ડો. C.B.Tripathi દ્વારા મંગળવારે સવારે 4 કલાકે હાજર રહી ખુબ મદદરૂપ બન્યા હતા. અત્યાર સુધી ભરૂચની સંસ્થાને 1002 ચક્ષુ અને પાંચ દેહનું દાન મળ્યું છે.