મુંબઈ
ચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને નવું ચૂંટણી ચિન્હ જારી કર્યું છે. ચૂંટણી પંચે શિંદે જૂથને બે તલવાર અને ઢાલનું પ્રતીક જાહેર કર્યું છે. આ પછી ચૂંટણી પંચે એકનાથ શિંદે પાસે પ્રતીક માટે ત્રણ વિકલ્પ માંગ્યા હતા. જે પછી શિંદે જૂથ દ્વારા પીપળનું ઝાડ, તલવાર, સૂરજને ચૂંટણી ચિન્હ તરીકે તેમની પસંદગી કહેવામાં આવી હતી. આપેલા વિકલ્પોના આધારે તલવાર અને ઢાલનું પ્રતીક શિંદે જૂથને આપવામાં આવ્યું છે. સોમવારે એકનાથ શિંદે જૂથનું નામ બદલીને બાલાસાહેબાંચી શિવસેના કરવામાં આવ્યું છે. સીએમ શિંદેએ કહ્યું કે અમે ખુશ છીએ, બે તલવાર અને ઢાલ છત્રપતિ મહારાજ શિવાજીની નિશાની છે. અને લોકો તેના વિશે પણ જાણે છે.
આ સિમ્બોલ મળ્યા બાદ એકનાથ શિંદે એ ટવીટરના માધ્યમથી એક સંદેશ લખ્યો છે, જેમાં તેઓએ પોતાનું ચૂંટણી ચિન્હ પણ દર્શાવ્યું છે. તેઓએ આ ટ્વીટમાં લખ્યું છે કે અમે જ હિન્દૂ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વવાદી વિચારોના સાચા વારસદાર છે. તેમના રક્ષણ માટે અમે બનીશું ઢાલ, અને દુર્જનોના સંહાર માટે અમે બનીશું તલવાર…