હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા બ્રિટનને પાછળ છોડીને વિશ્વમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. IMF અનુસાર, વર્તમાન વિકાસ દરના આધારે ભારત વર્ષ 2027માં જર્મની અને 2029માં જાપાનથી આગળ નીકળીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં વિકાસનો દર 13.5% રહ્યો છે. આ દરથી ભારતના આ નાણાંકીય વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવાની સંભાવના છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.અરવિંદ વિરમાણીના જણાવ્યા મુજબ ભારતીય અર્થવ્યવસ્થાની સફર આગળ પણ જારી રહેશે અને ભારત આવનારા થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.જૉકે દેશો પર મંદી આવવાનો મંડરાઈ રહ્યો છે ખતરો. આર્થિક રીતે વિકસિત વિશ્વના મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ પર રશિયા-યુક્રેન યુદ્ધ, મોંઘવારી વધવાને કારણે સંકટના વાદળો ઘેરાયેલા છે. આ દેશો પર મંદી આવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પરંતુ ભારત દેશને દુનિયાનો ચમકતો સિતારો બતાવવામાં આવી રહ્યો છે.
IMFએ વિશ્વના ઘણા દેશોના વિકાસ દરના અનુમાનને ઘટાડ્યો છે, પરંતુ તેમનું માનવું છે કે આ તમામ પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાંકીય વર્ષમાં 6.8 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે અમેરિકા અને ચીન કરતાં વધારે છે.આર્થિક ક્ષેત્રે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને 2028-30 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2014માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં 10મા નંબરની સૌથી મોટી હતી, તેથી 7 સ્થાનોનો ફેરફારને જોઈ શકાય છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, ભારત હવે તેની અર્થવ્યવસ્થાના આકારના સંદર્ભમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીથી હવે વધારે પાછળ નથી. IMF અનુસાર, 2025-26માં ભારતીય અર્થવ્યવસ્થા જર્મનીની સમકક્ષ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે.