- ભાજપના ઇશારે ઇલેક્શન કમિશન ચાલે છે : અલોક શર્મા
- વડોદરા શહેરને એમ્સ હોસ્પિટલ મળવાનું હતું. જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કારણે રાજકોટને મળ્યું : અલોક શર્મા
વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને વડોદરા સર્કિટ હાઉસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા અલોક શર્માએ આજે પત્રકાર પરિષદ યોજી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા અલોક શર્માએ વડોદરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં વડોદરાની સમસ્યાઑની વાત કરી હતી. અલોક શર્માએ ભાજપા પર પ્રહારો કર્યા હતા. અલોક શર્માએ કહ્યું હતું કે વડોદરા શહેરને એમ્સ હોસ્પિટલ મળવાનું હતું. જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કારણે રાજકોટને મળ્યું. ભાજપના રાજમાં વડોદરામાં ડ્રગ્સ વેચાતું હતું. તેમજ કરોડોના ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઑ પકડાઈ. જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીને પ્રદૂષિત કરી છે. તો આજુ બાજુ કૉક્રેટના જંગલોના કારણે શહેરને પુરનો સામનો કરવો પડે છે. 40 લાખથી વધુ બેરોજગાર ગુજરાતમાં છે. કોંગ્રેસ દ્વારા કોઈ પણ આંદોલન કરવામાં આવે તો 144 કલમ અનુસાર અટકાયત કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી માફી માંગવી જોઈએ. કોરોનાના કાળમાં પણ સરકાર નિષ્ફળ નીવડી છે. દર્દીઓને પૂરતી સારવાર નથી આપી શક્યા. તો ઓક્સિજનની પણ સુવિધા પૂરી પાડી શક્યા નથી.

કોંગ્રેસ પ્રવક્તા અલોક શર્માએ શહેરના મેયર પર આક્ષેપ કર્યા હતા. અલોક શર્માએ નિવેદન આપ્યું હતું કે ડ્રેનેજની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે. રાજ્ય સરકારમાં આવતી ગ્રાન્ટમાં કરી રહ્યા છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના કારણે શહેરને શુદ્ધ પાણી મળી રહ્યું નથી.એમએસ યુનિવર્સિટીના મામલે કોંગ્રેસ પ્રવક્તા અલોક શર્માએ મોટું નિવેદન આપ્યું હતું. કહ્યું હતું કે કોઈપણ ટીચિંગ કર્મચારીઓ કાયમી કરવામાં આવ્યા નથી. ગ્લોબલ ઇન્ડેક રિપોર્ટમાં ભારત દેશ પાછળ છે. Ssc અને upsc માં તાળા લાગવાની કગાર પર છે. ગાયો અંગે કોંગ્રેસ પ્રવક્તા અલોક શર્માએ કહ્યું હતું કે લંપી વાઈરસથી અનેક ગાયોના મોત નીપજ્યા છે.
આમ આદમી પાર્ટી પર કોંગ્રેસ પ્રવક્તા અલોક શર્માએ આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપના ઇશારે ચાલે છે. મોટાભાઈ અને નાના ભાઈએ કીધું હતું ૧૫૦ પાર સીટો લાવીશું. પરિણામ અલગ હતું. આપના નિવેદનો એ ભાજપની મોનોપોલી છે. તો ઇલેક્શન કમિશન ભાજપના ઇશારે ચાલતું હોવાના આક્ષેપો પણ કર્યા હતા. Evm માં જે રીતે દુરુપયોગ કરવામાં આવે છે. આવા વખતે લોકો ભાજપ પાર્ટીને ઓળખી ગયા છે. અને ખ્યું હતું કે ભારત જોડો યાત્રા ચૂંટણી લક્ષી યાત્રા નથી. પદયાત્રા છે પદ નો રસ્તો મળે સિક્યુરિટી પરપસના કારણે યાત્રા કરાઈ છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)