Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાત પોલીસ દળમાં ૪૬ નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સેવાઓ મળશે

ગુજરાત પોલીસ દળમાં ૪૬ નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સેવાઓ મળશે

-વધુ ૧૪ મહિલાઓ પણ પોલીસદળમાં જોડાઈ

  • ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત – પાસિંગ આઉટ પરેડ સમારોહ સંપન્ન:
    ગૃહ રાજ્ય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન અહેમ ભૂમિકા નિભાવે છે તેઓ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે.
મુખ્યમંત્રી ગુજરાત પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા ૪૬ પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડમાં સંબોધન કરી રહ્યા હતા.
ગૃહરાજ્યમંત્રી હષૅ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, DGP આશિષ ભાટિયા સહિત અધિક પોલીસ મહાનિર્દેશકઓ અને વરિષ્ઠ અધિકારીઓ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમને સુરક્ષા, સલામતી અને શાંતિના પ્રહરી કહ્યા છે તેવા પોલીસ દળની કર્તવ્ય ભાવનાની સરાહના કરી હતી.
તેમણે ઉમેર્યું કે જ્યારે સમાજમાં તબીબ,ઇજનેરી કે અન્ય વ્યવસાયો માટે યુવાઓમાં ઝોક વધુ જોવા મળે છે તેવા સમયે સમાજ રક્ષા માટે પોલીસ દળને કેરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત અફસરોની ભાવના અભિનંદનીય છે
મુખ્યમંત્રીએ ટેકનોલોજીનો સમયાનુકૂલ ઉપયોગ કરીને અને પ્રજા જીવનની રક્ષા- સુરક્ષા માટેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવીને સેવારત થવાનો ભાવ ઉજાગર કરવા પણ પ્રેરણા આપી હતી.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળ માટે વિકસિત- રાષ્ટ્ર નિર્માણનો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવા રક્ષા શક્તિના આ કર્મયોગીઓ ફરજ નિષ્ઠાથી યોગદાન આપશે.
ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનું આહવાન કરતા ઉમેર્યું કે, વિકાસની નવી ઊંચાઈઓ સુરક્ષાની બુનિયાદના આધારે સર કરીને આત્મનિર્ભર ભારત બનાવવું છે.

મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં ૧૪ જેટલી બહેનો, ૩ ડોક્ટર,૨૫ ઈજનેર અને ૩ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને પણ બિરદાવ્યા હતા.
તાલીમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનાર ઓફિસરોને મુખ્યમંત્રીએ ટ્રોફી,પુરસ્કાર તથા સ્વોડૅ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા.
ભારતની આન,બાન અને શાન એવા તિરંગાની સાક્ષીમાં અને મુખ્યમંત્રી શ્રી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સીધી ભરતીની બીજી બેન્ચના ૪૬ પોલીસ ઇન્સ્પેકટર ભાઈ -બહેનોએ શપથ ગ્રહણ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ગૃહ મંત્રીશ્રી સંઘવીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. કરાઈ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટરો- પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરીને સલામી આપી મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંઘર્ષ સાથે દેશને એક નવા મુકામે પહોંચાડ્યો છે. જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો- વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે.

ગૃહ મંત્રીએ ઉમેરતા કહ્યું કે સીધી ભરતીના બીજી બેન્ચના ૪૬ પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી તેમને આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
તાલીમ DGP વિકાસ સહાય દ્વારા વિગતવાર તાલીમ અહેવાલ રજૂ કરતાં કહ્યું હતું કે આજે આપણા માટે ગૌરવની વાત છે કે સીધી ભરતીની બીજી બેન્ચના કુલ ૪૬ પોલીસ ઇન્સ્પેકટર પૈકી ૧૪ બહેનો પણ ગુજરાત પોલીસ દળમાં જોડાયા છે. આ બેન્ચમાં ૦૩ ડોક્ટર અને ૨૫ એન્જિનિયરનો સમાવેશ થાય છે.
પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં અકાદમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ,વિવિધ તાલીમાર્થીઓ સહિત રાજ્યભરમાંથી દીક્ષાંર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!