- આરતીનો અવાજ ઓછો કરવા બાબતે મંદિરમાં મુકેલ તલવારથી હુમલો…
- હિન્દુ સંગઠનોએ આ મુદ્દે હોસ્પિટલ ખાતે પહોંચી જઈ વિરોધ કર્યો
વડોદરાના ફતેગંજ કલ્યાણ નગર સ્થિત સરકારી આવાસના મંદિરમાં આરતીનો અવાજ ઓછો કરવા મુદ્દે પૂજારી અને તેના પરિવાર પર વિધર્મી ટોળાએ હુમલો કરી તેઓને ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે હિન્દુ સંગઠનોએ હોસ્પિટલ ખાતે પહોંચી જઈ વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરાના ફતેગંજ કલ્યાણ નગર સ્થિત સરકારી આવાસના મંદિરમાં આજરોજ સવારના સમયે આરતી ચાલી રહી હતી. તે દરમિયાન ૧૦-૧૨ વિધર્મી લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતુ. અને મંદિરમાં ચાલતી આરતીનો અવાજ ઓછો કરવા અંગે જણાવ્યું હતું. જો કે પૂજારી અને તેઓના પરિવાર સહિત લોકોએ આ અંગે ઇન્કાર કર્યો હતો. વિધર્મીઓનું ટોળું રોષે ભરાઈ ગયું હતું અને મંદિરમાં મુકેલ તલવારથી પૂજારી અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પૂજારી, તેમના પત્ની અને અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ હિન્દુ સંગઠનોને થતા તેઓ રોષે ભરાઈ ગયા હતા. અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. હિન્દુ સંગઠનોએ હોસ્પિટલ ખાતે પહોંચી જઈ વિધર્મીઓ વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




