સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં 25 વર્ષીય યુવકે પત્નીના મોહમાં સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં છત સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવાનના થોડા દિવસો અગાઉ જ લગ્ન થયા હતા પરંતુ કોઈ કારણોસર તેની પત્ની પિયર ચાલી ગઈ હતી. અને તેની યાદમાં યુવાને આપઘાત કરી લીધો હતો.
સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલ હેત્વી રેસીડેન્સીમાં રહેતો 25 વર્ષીય આકાશ વિનોદભાઈ પટેલ જેઓના થોડા મહિના પહેલા લગ્ન થયા હતા. તેમણે આજરોજ પોતાના ઘરે સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં છત સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરો લીધો હતો. આ બાબતે મૃતક આકાશના પિતા વિનોદભાઈ પટેલે જણાવ્યું કે, આકાશના અંકિતા સાથે લગ્ન થયા હતા.આ બંને જણા ખૂબ જ સારી રીતે રહેતા હતા પરંતુ આ બંને વચ્ચે કોઈક વાતે બોલ ચાલી થતા પત્ની પિયરે જતી રહી હતી. જોકે ત્યારબાદ આકાશ અંકિતાને મનાવવા તેના ઘરે પણ ગયો હતો. પરંતુ ત્યાં પણ આકાશ સાથે અંકિતાના પરિવારે બોલાચાલી કરી હતી.જેના કારણે આકાશ પાછો આવી ગયો હતો. ત્યારબાદ તે ઘણા દિવસથી હતાશ રહેતો હતો અને આજે સુસાઇડ નોટ લખી તેણે આપઘાત કર્યો છે.
શું લખ્યું છે સુસાઇડ નોટમાં
તને ગુમાવી છે. અને હું હવે જીવવા પણ નથી માંગતો. અંકિતા ખુશ રહેજે તારા મા-બાપને ખુશ રાખજે.હું તને ખૂબ જ પ્રેમ કરું છું આઇ લવ યુ.” પોલીસે હાલ સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(ઈનપુટ: જયેન્દ્ર પાંડે, સુરત)




