લોકપ્રિય ટીવી અભિનેત્રી વૈશાલી ઠકકરના બોય ફ્રેન્ડ અને જેની પર હત્યા અંગે શંકા સેવાઇ રહી છે તેવા રાહુલને ઝડપી પાડયા પોલિસે ખાસ યોજના બનાવી હતી . એમ પણ કહી શકાય કે રાહુલ ને ઝડપી પાડવા જાળ બિછાવવામાં આવી હતી ઈન્દોર પોલીસે આ યોજના બનાવી હતી.વૈશાલીની સ્યુસાઈડ નોટ અને અન્ય કારણોસર રાહુલ નેજ હત્યારો માનવામાં આવી રહયો હતો . રાહુલ ઈન્દોર અને દેવાસ વચ્ચેના ઢાબાઓ પર પત્ની સાથે નાસતો ફરતો હતો. ઈન્દોર પોલિસે જુદી જુદી ટીમો બનાવી પોલિસને જુદા જુદા રાજયોમાં રાહુલને પકડવા મોકલી આપી હતી સાથે જ પોલીસે રાહુલને પકડવા સરક્યુલર બહાર પાડી રાહુલ અંગે માહીતી આપનારને ઈનામ અને માહીતી આપનારનુ નામ ગુપ્ત રાખવા પોલિસે ખાત્રી આપી હતી તેવામાં પોલિસને પાકી ખબર પ્રાપ્ત થઈ હતી કે રાહુલ અને તેની પત્ની દેવાસથી ઈન્દોર આવી રહ્યા છે જેથી પોલિસે નાકાબંધી કરી રાહુલને પકડી પાડયો હતો.