ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ પહેલાં AAP હવે ઉમેદવારો જાહેર કરી રહી છે, પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. હવે વધુ 9 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારો જાહેર કરી દીધાં છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત દિવસે દિવસે થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી રહી છે તેના પર લોકો ભરોસો મૂકી રહ્યાં છે. દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું તો ગુજરાતમાં પણ કરી બતાવશે. સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી હતી. વહેલા ઉમેદવાર જાહેર કર્યા એ ભાજપના લોકોએ સારો નિર્ણય ગણાવ્યો છે.પહેલી યાદી જાહેર થયા એ ઉમેદવાર પણ લોકસંપર્ક કરી રહ્યા છે. પહેલી યાદીને સારો આવકાર મળ્યો છે.