Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022AAP પાર્ટી ગુજરાતમાં CMના ચહેરાની પસંદગી માટે અભિયાન ચલાવશે... 

AAP પાર્ટી ગુજરાતમાં CMના ચહેરાની પસંદગી માટે અભિયાન ચલાવશે… 

Published by : Rana Kajal

તા 28 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી  માટે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા આ સાતમી યાદી જાહેર કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. પંજાબની જેમ ગુજરાતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો ઉતારશે. પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા માટે પ્રચાર કરશે અને લોકો પાસેથી સૂચનો મેળવશે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે. AAP ગુજરાતમાં આક્રમક રીતે ચૂંટણી લડશે અને તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. એમ જાણવા મળી રહ્યું છે

આમ આદમી પાર્ટીએ સાતમી યાદી જાહેર કરી. ગઇકાલે એટલે કે 28 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા આ સાતમી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા કડી, ઉત્તર ગાંધીનગર, વઢવાણ, મોરબી, જસદણ, મોરબી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જેતપુર,લુણાવાડા, સંખેડા, માંડવી,મહુવા માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા

આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાવાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુણાવાડથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!