Published by : Rana Kajal
ACB ભરૂચ દ્વારા વડોદરા ના નાયબ મામલતદારને લાંચ લેતો ઝડપી પાડવામાં આવ્યો હતો.. આ અંગે વધુ વિગતે જોતા ભરૂચ ACB એ છટકું ગોઠવીને વડોદરાના નાયબ મામલતદાર કેતન શાહને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ મકાન પર લીધેલ લોન ના હપ્તા ન ભરી શકતા તેમજ આ અંગે કેસ ચાલી જતાં અદાલતે મકાન સીલ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ મિલકત સીલ ન કરવા રૂ 25 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી છેવટે રૂ.15 હજારમાં નક્કી થતા નાયબ મામલતદાર કેતન શાહ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરીયાદીએ મકાન લોન SBI માંથી લીઘી હતી પરંતું લોકડાઉન ના કારણે હપ્તા ભરી શક્યા ન હતા . જેના પગલે SBI એ કોર્ટ કેસ કરતા મકાન સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો




