18 ડિસેમ્બરે આર્જેન્ટિના અને ફ્રાંસ વચ્ચે મહાજંગ ખેલાનારો છે. આ દિવસે ફુટબોલ વિશ્વ વિજેતા નક્કિ થનારો છે. આર્જેન્ટિના માટે 36 વર્ષની રાહ ખતમ થવાની આશા છે, તો ફ્રાન્સ પણ ત્રીજી વાર ચેમ્પિયન બનવા માટ થનગની રહ્યુ છે. આર્જેન્ટિના અને ફ્રાંન્સ બંને અગાઉ 2-2 વાર ફુટબોલ ચેમ્પિયન બની ચુક્યા છે. આર્જેન્ટિના છેલ્લે 38 વર્ષ અગાઉ 1986માં ચેમ્પિયન બન્યુ હતુ. આ પહેલા પ્રથમ વાર તે 1978 માં ચેમ્પિયન રહ્યુ હતુ. જ્યારે ફ્રાંન્સ 1998માં અને 2018માં ચેમ્પિયન બન્યુ હતુ.રવિવારે રાત્રે જ્યારે આર્જેન્ટિના અને ફ્રાંન્સ વચ્ચે થનારી મહા ટક્કરમાં બંને ટીમો જ નહીં પરંતુ બે સ્ટાર ખેલાડીઓ વચ્ચેની પણ મહા ટક્કર બની રહેનારી છે. ફિફા વિશ્વકપ 2022 ની ફાઈનલ મેચમાં મ્બાપે અને મેસી વચ્ચે આ ટક્કર જબરદસ્ત રોમાંચક રહેવાની આશા છે.
સળંગ બીજી વાર ફાઈનલમાં પહોંચનાર ફ્રાંસ ત્રીજી ટીમ આર્જેન્ટિના માટે આ છઠ્ઠીવાર વિશ્વકપ ફાઈનલ મેચ છે. આ વખતે આર્જેન્ટિનાએ સેમિફાઈનલમાં ક્રોએશિયાને 3-0 થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. જ્યારે ફ્રાન્સ માટે આ ત્રીજી વાર ફાઈનલની ટક્કરનો મોકો છે. આ વખતે તેણે સેમિફાઈનલ મેચમાં મોરક્કોને 2-0થી હરાવ્યુ હતુ. આમ ફ્રાન્સ સતત બીજી વાર વિશ્વકપ ફાઈનલને રમી રહ્યુ છે. આવો કમાલ કરનાર વિશ્વની ત્રીજી ટીમ ફ્રાંસ છે જે સળંગ બીજીવાર ફાઈનલ મેચ રમી રહી છે.
આ પહેલા બ્રાઝિલ અને ઈટાલી આવો કમાલ કરી ચુકી છે. જોકે આ વાતને પણ વર્ષો વહી ગયા છે. ઈટાલીએ 1934 અને 1938માં વિશ્વકપ ફાઈનલ સળંગ રમી હતી. જ્યારે બ્રાઝિલ 1958 અને 1962માં સળંગ ફાઈનલમાં ટક્કર કરી હતી. હવે છ દાયકા બાદ ફ્રાંન્સ આવો કમાલ કરી રહ્યુ છે.મેસી અને મ્બાપે વચ્ચે પણ જામશે ટક્કર રવિવારે આ બે સ્ટાર ખેલાડીઓ વચ્ચેની ટક્કર પણ જામશે. આર્જેન્ટિના અને ફ્રાંસ વચ્ચેના જંગ દરમિયાન મેસી અને મ્બાપે વચ્ચેની રમત પણ રોમાંચ વધારી મુકશે. બંનેની રમત કઈ ટીમ ચેમ્પિયન બનશે એ નક્કી કરશે. બંને ખેલાડીઓ ગોલ્ડન બુટની રેસમાં આગળ દોડી રહ્યા છે. બંને ખેલાડીઓના નામે 5-5 ગોલ નોંધાયેલા છે. મેસી 5 મો વિશ્વકપ રમી રહ્યો છે અને ફાઈનલમાં રમવાનો તેને બીજીવાર મોકો મળી રહ્યો છે. જ્યારે મ્બાપે બીજીવાર વિશ્વકપનો હિસ્સો બનવા સાથે બીજી વાર ફાઈનલ રમશે.