Published by : Rana Kajal
અમદાવાદ
- પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન PM મોદી કરી શકે તેવી સંભાવના….
હાલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે ખુબ ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. મહોત્સવ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવેમ્બર સુધીમાં નગરની સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવાની ગણતરી છે. ત્યારે આ મહોત્સવના ઉદ્દઘાટનની તારીખ 15મી ડિસેમ્બરના બદલે 14મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ મહોત્સવનું ઉદ્દઘાટન લપકામણ ગામમાં થવાની સંભાવના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. એટલું જ નહીં પરંતુ આ મહોત્સવનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતા છે. નોંધવુ રહ્યુ કે નરેન્દ્રભાઇને પ્રમુખસ્વામી પ્રત્યે અત્યંત આદર હોવાથી તેઓનું આગમન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
જૉકે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચોક્કસ તારીખ નક્કી કર્યા બાદ BAPSના સદ્દગુરુ સંત સહિતના સ્વામીઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા ગયા હતા. મહોત્સવની તારીખ દરમિયાન ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ ગઇ હોવાથી આચારસંહિતાનો પ્રશ્ન પણ ઊભો નહીં રહે. ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે અત્યંત આદર હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉદ્દઘાટન પ્રસંગે હાજરી આપે તેવી શક્યતા પ્રબળ બને છે.

પ્રમુખ સ્વામીના કાર્યો માત્ર સ્વામિનારાયણ સંસ્થા પુરતાં સિમિત ન હતા. તેમણે સમગ્ર ભારતીય સંસ્કુતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું છે. માટે જ તેમના માટે દેશ જ નહીં બલ્કે દુનિયાની દરેક વ્યક્તિ અહોભાવની લાગણી અનુભવે છે. માટે જ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે માત્ર સત્સંગી જ નહીં બલ્કે દરેક વ્યક્તિઓએ પોતાની જમીન આપીને સેવાનો લાભ લીધો છે. એક એકરથી માંડીને 25 એકર જમીન ખેડૂતો સહિત બિલ્ડરો, વેપારીઓએ જમીન આપી છે. આ જમીન આપવા માટે 2020ની સાલમાં જ દરેક વ્યક્તિએ કમિટમેન્ટ આપ્યું હતું. જો કે આ જમીન અંગેના ડ્રાફ્ટ આજથી થોડાં સમય પહેલાં જ થયાં છે. મહોત્સવ પૂર્ણ થયા બાદ જમીનો મૂળ માલિકોને પરત કરી દેવામાં આવશે તેમ અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સૂત્રોએ જણાવ્યું છે.600 એકર જમીન ચાર ગામ ઓગણજ, ભાડજ, રકનપુર અને લપકામણના લોકોએ જ આપી છે. જો કે હાલ આ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થઇ ગયો છે.