Published by : Rana Kajal
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમને 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સાત વિકેટે શાનદાર જીત નોંધાવી હતી.શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય અંડર-19 ટીમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં તમામ અડચણ પાર કરવામાં સફળ રહી હતી,આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન 19 વર્ષની શેફાલી વર્માના હાથમાં હતી.
જય શાહે અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપનું ટાઇટલ જીત્યા બાદ ટ્વીટ કર્યું, “ભારતમાં મહિલા ક્રિકેટ આગળ વધી રહ્યું છે અને વર્લ્ડ કપની જીતથી મહિલા ક્રિકેટનું કદ અનેકગણું ઊંચું થયું છે.” આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે ઈનામી રકમ તરીકે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. હું શેફાલી વર્મા અને તેની વિજેતા ટીમને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારી સાથે જોડાવા અને 1લી ફેબ્રુઆરીએ 3જી T20 ઈન્ટરનેશનલ જોવા માટે આમંત્રિત કરું છું. આ મહાન સિદ્ધિ ચોક્કસપણે ઉજવણીને પાત્ર છે.