અમદાવાદ:ગુજરાત વિધાનસભાની આજે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કામોને બ્રેક લાગી ચૂકી છે. હવે પ્રચારનો ધમધમાટ વધુ જોવા મળશે. જનતાને મનાવવા નેતાઓ સભાઓ ગજવશે. આ દરમિયાન ચૂંટણી સ્લોગન પ્રચાર પ્રસારમાં ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે ત્યારે ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી સ્લોગનમાં ફેરફાર કર્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 8 ડિસેમ્બર એટલે કે પરીણામના દિવસને કેન્દ્રમાં રાખી સ્લોગન ટ્વિટ કર્યા છે.
સત્તાધારી ભાજપ પક્ષનું નવું સ્લોગન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપે ભરોસાની ભાજપ સરકાર સ્લોગનને ફેરવ્યું છે. ‘કમળ ખિલશે, ભાજપ જીતશે’ નવું સ્લોગન જાહેર કર્યું છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/11/FgnvjrLVEAA8Mty.jpg)
આમ આદમી પાર્ટીનું સ્લોગન
આમ આદમી પાર્ટીએ ચુંટણી જાહેર થતાં જ નવા સ્લોગન સાથે મેદાને ઉતરી છે. એક મોકો કેજરીવાલ સ્લોગન બાદ ‘ઝાડુ ચાલશે, પરિવર્તન લાવશે’ ના સ્લોગન સાથે મેદાને ઉતરી છે
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/11/Fgn1k6jVIAAcg20.jpg)
કોંગ્રેસનું નવું સ્લોગન
કોંગ્રેસે સત્તા પર આવવા માટે છેલ્લા 27 વર્ષથી મહેનત કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કરો ય મારો જેવી સ્થિતિ છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ‘કોંગ્રેસનું કામ બોલે છે’ ના સ્લોગન સાથે મેદાને જોવા મળી હતી ત્યારે હવે ‘ગુજરાતની જનતા પરિવર્તન માટે છે તૈયાર, બનશે કોંગ્રેસની સરકાર’ સ્લોગન સાથે મેદાને જોવા મળશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/11/FgoO1nQVIAE73Rb-1.jpg)