Home Blog Blog : ઋષિ દવે…કમઠાણ : ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં કમઠાણ અગ્રક્રમે લખાશે…

Blog : ઋષિ દવે…કમઠાણ : ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં કમઠાણ અગ્રક્રમે લખાશે…

0

ઋષિ દવે : બીજી મા સિનેમા

Published By : Aarti Machhi

ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટની ‘કમઠાણ’ નવલકથા પરથી કોમેડી ફિલ્મ બની છે. ‘હેલ્લારો’ના સર્જક અભિષેક શાહથી બીનગુજરાતી દર્શકો પણ પરીચિત છે એમણે ‘કમઠાણ’ બનાવવાનું બીડું ઝડપ્યું. મલ્ટીસ્ટાર ફિલ્મોની જેમ ‘કમઠાણ’માં 50થી વધુ કલાકારોનો કાફલો છે.

ફિલ્મનો વિષય જ રસપ્રદ છે. પોલીસને ત્યાં ચોરી થાય, ચોર પોલીસનો યુનિફોર્મ ચોરી જાય અને કમઠાણ સર્જાય. ચરોતર વિસ્તારમાં આવી ઘટના બને એટલે સ્વાભાવિક છે એના પાત્રોની બોલી, રહેણીકરણી, પહેરવેશ આ વિસ્તારની ઓળખ દર્શાવતા હોવા જોઈએ.

હિતુ કનોડિયા, સંજય ગોરડિયા અને દર્શન જરીવાલાની ત્રિપુટી જે ફિલ્મમાં હોય અને ફિલ્મ ભારોભાર હાસ્યપ્રધાન બનાવવાની હોય એટલે કોઈ કસર બાકી જ ન રહે. આ ત્રણની સાથે શિલ્પા ઠાકોરે પન્ના ફોઈનું પાત્ર ભજવી ફિલ્મને ચાર ચાંદ લગાડી દીધા.

કોમેડી ફિલ્મમાં પાત્રોની દશા- અવદશા વખતે બેકગ્રાઉન્ડ સંગીત ધારી અસર નિપજાવે અને ચરોતરની પૃષ્ઠભૂમિ તે પણ અઢી દાયકા પહેલાની તે સમયનું ગીત આદિત્ય ગઢવીના કંઠે ગાયેલું, બીજું ‘પરસંગ આયો’ ગીત ઘનશ્યામ ઝુલાએ લલકાર્યું છે એડિટીંગ અંકિત ત્રિવેદીનું પરફેક્ટ.

કમઠાણ ફિલ્મના પાત્રોની પસંદગી એકતા શાહે કરી છે એમને લાખ લાખ અભિનંદન.

હિતુ કનોડિયા : એસ.આર. રાઠોડ, દર્શન જરીવાલા : પ્રભુસિંહ, સંજય ગોરડિયા : રઘલો, અરવિંદ વૈદ્ય : છનાલાલ, કૃણાલ પંડિત : જયંતિ જાગૃત ( સિંહ ગર્જના), તેજલ પંચેસરા : ચંપા ચાંપાનેરીયા, પંકજ સોની: પપ્પુ, પ્રલય રાવળ : ઉકો ચીતાભાઈ, બારોટ મેહુલ : ધુલો, પ્રશાંત મકવાણા : ધમો રિક્ષાવાળો, અંસુ જોશી : ગલા બેચર, રંજન ઠાકર : જુવાનસિંહ જાડેજા, જય વિઠલાણી : ડો. દેસાઈ, ઉષા ભાટીયા : વિમલાબહેન, કિરન જોશી : ભોગીલાલ પટેલ, મેહાન પટેલ : ગગલો, તુષાર દવે : એમ.એલ.એ માકુજી, શિલ્પા ફોઈ : પન્ના ફોઈ, અક્ષય વાલંદ : બસ કંડકટર., જસી ગઢવી : પન્ના ફોઈની માતા અને રાજુ યાજ્ઞિક: મજબૂતસિંહ રાણા.

કમઠાણના લેખક અશ્વિની ભટ્ટે પાત્રોના નામની પસંદગી બેખુબીથી કરી છે. જેના કારણે પટકથાનો સમય ધારી અસર ઉપજાવે છે.

કમઠાણ ગુજરાતી ફિલ્મ પેટ પકડીને હસાવશે, ચોર પોલીસની જુગલબંધી, કાવાદાવા, પકડમપકડી એક સાંધેને તેર તૂટે, દરેક સમસ્યાનું સમાધાન, ઉકેલ હોય જ છે અને ગુજરાતી કહેવતોનો રાફડો કાન સરવા કરી સાંભળશો તો સમજાશે. દર્શકના જીવનમાં આવતા કમઠાણોથી ભગવાન બચાવે એ જ પ્રાર્થના.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version