Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogBlog : ઋષિદવે...કે. જે. ચોકસી પબ્લીક લાયબ્રેરીમાં સાંઈરામ દવેનો હાસ્ય દરબાર રામમય...

Blog : ઋષિદવે…કે. જે. ચોકસી પબ્લીક લાયબ્રેરીમાં સાંઈરામ દવેનો હાસ્ય દરબાર રામમય બન્યો…

Published By : Parul Patel

ભરૂચની કે. જે. ચોકસી પબ્લીક લાયબ્રેરીના ઓડિટોરિયમમાં સાંઈરામ દવેનો ‘હાસ્ય દરબાર’ ગુરુવાર તારીખ 11 મી જાન્યુઆરી 2024 રાત્રે 8:00 કલાકે યોજાયો હતો.

200 મિનિટના સાંઈરામ દવેના હાસ્ય દરબારમાં ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારૂણમ્’ના ગાન સાથે દીપ પ્રાગટ્ય ચોકસી પરિવારના મનનભાઈ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંતભાઈ જોષીએ કર્યું. શ્રી સાંઈરામે હાસ્ય દરબાર સાડા અગિયારના ટકોરે પૂરો થશે ત્યારે વાતાનુકુલિત સભાખંડની બધી ખુરશીઓ ભરાય જશે એવી હળવી ટકોર કરી સાથી કલાકાર વિમલ મહેતાને અસ્સલ કાઠિયાવાડી દોહો લલકારવાનું ઈંજન આપ્યું. ‘આજ આનંદ આજ ઉછલંગ’ બુલંદ અવાજમાં રજૂ કરી શ્રોતાઓના રામને જગાડ્યા.

‘માનસિક તંદુરસ્તી માટે પુસ્તકાલયની જરૂર છે’ પુસ્તકાલયની ઉપર આપણે સૌ બેઠા છીએ. બ્રહ્માનંદજી લિખિત ડમ ડમ ડમ ડમ ડમરું બાજે, શંકર મહારાજ આજ તાંડવ નાચે, એ સભાગૃહના એરકન્ડીશનની ઠંડકમાં કરતલ ધ્વનિએ ઉષ્મા પ્રસરાવી. આપણે સૌએ છબીમાં ભગવાનને જોયા છે. જ્યારે શ્રોતા દાદ આપી તાળી પાડે છે ત્યારે કલાકાર માટે હજાર હાથવાળો ભગવાન સ્વરૂપે પ્રગટ થાય છે.

ગુજરાતીઓને ચેકબુક અને હવે ફેસબુકમાં રસ પડે, વધુમાં વધુ પાસબુકમાં એન્ટ્રી જોઈ હરખાય. એવા સમયમાં ભરૂચની જનતાને આટલું સમૃધ્ધ પુસ્તકાલય ચોક્સી પરિવાર તરફથી અપાયું છે એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને કલાનું જતન કરવાનું નજરાણું છે, અને નરેન્દ્ર જેનું નામ છે એ લાયબ્રેરી સંચાલક છે પછી પૂછવું જ શું…! નરેન્દ્ર નામ જ કાફી છે.

જમાનો કેટલો બદલાયો છે, હવે આપણા ઘરે મહેમાન આવે તો આવતાની સાથે જ પૂછે WIFI નું પાસવર્ડ શું છે ? સાંઈરામ કહે, મેં પાસવર્ડ રાખ્યું છે ‘તું તારૂં વાપર’. એક ડગલું આગળ વધીને કહું તો પાસવર્ડ રાખ્યું ‘લે ભિખારી લે’.

લાયબ્રેરીના કર્તાહર્તા મનનભાઈ, મનનની વાત જાણી લે તે મનન. મારા મનની વાત કહ્યા વગર જાણી લીધી છે. આ હોલમાં ગુગલની સહાયતા વગર અને મેગી ખાધા વગર મોટા થયા હોય એવા શ્રોતાઓ બેઠા છે. તમને કેવી સંગત મળે છે એની પર સારા કે નરસાનો આધાર હોય છે. કર્ણ અને કૃષ્ણ બંને જન્મ થતાં જ તરછોડાયેલા હતા. કર્ણને અસત્યનો સંગ થયો, કૃષ્ણને સત્યનો. પુસ્તકનું પણ એવું જ છે. પુસ્તકને તમારી મિત્ર બનાવજો. ગ્રંથને તમારો ગુરુ બનાવજો એ ક્યારેય દગો નહિ.

એકવાર દાનપેટીમાં પરચુરણના સિક્કાઓ ભેગી 10ની નોટ નીકળી એટલે એ તો રોફ જમાવતા કહે ચાલો, આઘા ખસો, પરચુરણમાંથી એક સિક્કો બોલ્યો તું તો કદીમદી હોય છે, આવે છે, અમે તો રોજ સાથે હોઈએ છીએ. આરસના પગથિયા અને મૂર્તિ વચ્ચે ચડભડ થઈ – મૂર્તિ તારા ભાગે : સુમન ટળું છપ્પ્ન ભોગ. પગથિયા : મુહ મેં ર્પાંવ મારા ભાગે જોડા (ચપ્પ્લ). મૂર્તિએ જવાબ આપ્યો. તું તૂટ્યો હું સહ્યો તારા બે ટુકડા થયા અને મેં સહન કર્યું ત્યારે મૂર્તિ બની પૂજાવું છું. નમ્યો છે ખમ્યો છે એજ જગતને ગમ્યો છે. એમ કહી આ ગીત ઉપાડ્યુ તું રંગાય જાને રંગમાં… આજે ભજશું કાલે ભજશું…ભજશું સીતારામ, કવિ રાજેશ મસ્કીનનું શેર – તારું સઘળું હોય તો છોડીને આવ તું, તારું કશું ન હોય તો છોડી બતાવ તું…કહી દાદ મેળવી.

વોઈસ ઓફ કિશોરકુમાર, વોઈસ ઓફ મહંમદ રફી, વોઈસ ઓફ લતા હોય છે, એમ નોઈસ ઓફ કિ, મ, લ હોય છે. રફી સાહેબનું ગીત..

छू लेने दो, नाजुक होठोंको ને નોઇસ ઓફ મોહ. રફી આ શબ્દોમાં ગાય

छूने लेने दो, नाजुक होठोंको તો તબલાના તાલ મેળ જ ના ખાય.

આપણા બાપ દાદા વખતે ગીત હતું – सो साल पहले मुझे तुमसे प्यार था, आज भी हे और कल भी रहेगा |

આજની પેઢીમાં ગીત આવ્યું,- सुबह से लेके शाम तक, शाम से लेकर सुबह तक मुझे प्यार करो...

જાગો ગ્રાહક જાગો સાંઈરામનો તકિયા કલામ હતો.

રાજકોટમાં બપોરે 1થી 4 બધા આરામ જ કરે રજનીકાંત હોય તોય દુકાન ન ખોલે. ભિખારી પણ કટોરો ઊંધો કરીને ડુ નોટ ડિસ્ટર્બ નું પાટીયું મુકી ઊંઘ ખેંચી લે છે.

 કે. એલ. સાયગલનું ગીત: ગમદીયે મુશ્કીલ કીતના નાજુક યે દિલ હાય રે હાય યે જાલીમ જમાના…

આ ગીતના રાગ પરથી બનેલું ગુજરાતી ગીત :

           “શંભુ ચરણે પડી, માંગુ ઘડી રે ઘડી

           દયા કરી દર્શન શિવ આપો”

સલમાન ખાન ‘અખિલ હિંદુ વાઢા ફેડરેશન’ એ.એચ.વી.ફે. નો પ્રમુખ છે અને ઉપપ્રમુખ રાહુલ ગાંધી છે.

આજના યુવાનોને સીખ આપતાં એમણે કહ્યું પસંદગીના ધોરણો એટલા ઊંચા ન રાખો કે લકઝરી બસની અપેક્ષામાં સાદી બસ પણ ઉપડી જાય અને યુવતીઓને ભારપૂર્વક કહ્યું ભાગીને લગ્ન ન કરો, જાગીને લગ્ન કરજો. ભારતીય પરંપરામાં વીરાંગનાની શૌર્ય ભરી કથાઓ છે.

“આઓ બચ્ચો તુમ્હે દીખાયે ઝાંખી હિંદુસ્તાન કી, ઈસ મિટ્ટી સે તિલક કરો યે મિટ્ટી હૈ બલિદાન કી”.

વંદે માતરમ્         વંદે માતરમ્         વંદે માતરમ્

પ્રેક્ષકોએ આ ગીતની પંક્તિઓ ઝીલીને દેશભક્તિના સૂર રેલાવ્યા.

સિનિયર સિટીઝનને એક ચિંતા સતત સતાવે છે, શું થશે નવી પેઢીનું ? મારો જવાબ છે જમાનો બદલાય રહ્યો છે પરિવર્તનને સ્વીકારો. માફક આવે એટલું નવું સ્વીકારો. ધોતિયાની જગ્યા પાટલૂને લીધી ક્યાંય ધોતિયાના ખરખરા થયા. સાડીની જગ્યા સલવાર કમીઝ આવ્યા. સાડીમાં કેટલી વિવિધતાં આવી.

ક્રિકેટ પર હાસ્યની છોળો ઉડે એવો એક પ્રસંગ સાંઈરામે કહ્યો. બધાં જ દેશોની ક્રિકેટ ટીમ છે. ચાઈનાની કેમ નથી. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સખત વિરોધ નોંધાવ્યો છે. કારણ ચીના દેખાવે એકસરખા, એમની ટીમમાં આઉટ થયાં પછી થોડીવાર રહીને એજ ખેલાડી પાછો ફરે તો તમે ઓળખીજ ન શકો. એમની ભાષાનાં બોર્ડ જૂઓ તો વણેલા ગાંઠીયા ઊંધા લટકાવ્યા હોય એવાં દેખાય.

છત્રપતિ શિવાજીનું સ્મરણ કરતાં જીજાબાઈનું હાલરડું લલકાર્યું.

આભમાં ઊગે ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ

શિવાજીને નીદરું લાવે માતાજી પારણું ઝુલાવે

પેટમાં પોઢેલ હાભણે રામલક્ષ્મણની વાત રે,

મહાભારતમાં અભિમન્યુના સાત કોઠાની વાત યાદ કરતાં કહ્યું,  જેની મા સાધના વખતે સૂઈ જાયને તેનું સંતાન ઉછાછરુ આવે માટે કહું છું WIFI અપનાવો. WIFI નો અર્થ ‘Without Internet Family Interaction’. દીકરીને મા બાપ Like કરવાનું ભૂલી ગયા એ દીકરી મોબાઈલમાં Like ને શોધ્યા કરે. મોબાઈલનું વળગણ વિનાશ નોતરે.

સાંઈરામ દવે અને જય વસાવડા એરપોર્ટ પર બેઠા હતા. ભૂખ લાગતા થેલામાંથી લસણીયા થેપલા કાઢ્યા ને તેનું ભૂંગળુંવાળીને ખાવા માંડ્યા. ત્યાં જ હવાઈ સુંદરી પસાર થઈ. જય વસાવડાએ થેપલાનું ભૂંગળું બતાવી એ હવાઈસુંદરી સામે ધરી વિવેક કર્યો. મેં કોણી મારી એને ચેતવ્યો કે એવું ના કર, લસણિયું થેપલું એના મગજના તંતુઓને ચકરાવે ચઢાવશે. પેલી એ તો બટકું ભર્યું, મને એમ કે હમણાં રાડો પાડશે.પણ એતો કાંઈના બોલી. જયે પૂછ્યું Will you Like ? એણે જવાબ આપ્યો, મને તો આખી જિંદગીનો અર્થ સમજાય ગયો. It’s Different એ કંઈક જુદું છે. આપણી આસપાસના પરિવારમાં પણ આવું જ બને છે. એકાદો જીવ કંઈ જુદો, અલગ જ તરી આવે. એને સુધારવા કે બગાડવા કંઈ ના કરો એને એમ જ સાથે રહેવા દો. એની એ જ ઓળખ છે.

લંકામાં એકેય બાળક રોગના કારણે મૃત્યુ ન પામે એ માટે રાવણે રાવણસંહિતા લખેલી. લક્ષમ્ણને મૂર્છા આવી અને હનુમાનજી સંજીવની લેવા પર્વત ઊંચકીને લાવ્યા ત્યારે સુસેણવૈદ્યને રામે સવાલ કરેલો રાવણે આ ઔષધિ લંકામાં નહિ ઉગાડેલી. વૈદ્યજીએ જવાબ આપેલા કો’ક વાનર આવી સળગાવી ગયેલો – લંકાદહન – એટલે હનુમાનજી. સંજીવની લેવા તરત તૈયાર થઈ ગયેલા કે વધારે ચર્ચા થશે તો મારી ફજેતી થશે એના કરતાં હું જ કૂદકો મારી સંજીવની લઈ આવ.

દુનિયા દો રંગી, જગમાં આખિર મરજાના’ગીત રજૂ થયું.

એક આર્મી ઓફીસરને પૂછવામાં આવ્યું What is your age. એણે કહ્યું, 26 years. ઓફીસરે બર્થસર્ટીફીકેટ જોયું એમાં 28 years લખેલું હતું. એણે કહ્યું ખોટું બોલો છો આમાં તો 28 લખેલું છે. આર્મી ઓફીસરનો બહુ માર્મિક જવાબ હતો. બે વર્ષ હું હોસ્પિટલના બિછાને પડ્યો હતો, ત્યારે મેં Duty બજાવી નથી – આ છે આપણા દેશભક્ત સૈનિકોની દેશદાઝ.

જમાનો બદલાયો છે. છોકરાં આપણા છે રમાડી જાય છે કોઈ બીજા.

એક બહેનના માથે ત્રણ જ વાળ હતાં એ બ્યુટી પાર્લરમાં ગયા. પાર્લરવાળી વિચારમાં પડી, આનું શું કરવું. એણે પૂછ્યું શું કરું ગણું કે કાપું ? બહેન બોલ્યા રંગી દે. જીવનમાં આ જ યાદ રાખવાનું છે ‘રંગી દો’.‘એકનું એક સંતાન છે, માનતા માનેલું એ કોઈનું માનતું નથી’ એવી આપણી દશા છે. રાંદલમાની માનતા રાખી મારા આંગણે પગલીનો પાડનાર ફર્શ પર દોડાદોડી કરે અને તે પણ પોતું મારેલી જગ્યા એટલે રાડો પડે, સોફા પર બેઠેલા ભલભલા ચમરબંદીઓને મેં બેઉ પગ માથે લેતાં જોયા છે. અને એમાં દૂર ટેબલ પર મોબાઈલની રીંગ વાગે, ત્યારે નકશલવાદીઓએ સુરંગ પાથરી હોય અને તેની પર પગ ના પડી જાય એમ, મોબાઈલ લેતી વખતે ઠેકડા મારે છે એમ કહી રીતસર સ્ટેજ પર સાંઈરામે દ્રશ્ય ખડું કર્યું અને હાસ્યની લહેરો અને તાળીઓનો ગડગડાટથી હોલ ગાજી ઉઠ્યો.

ડૉક્ટર અને પોલિસની ભાષા ની રમૂજ રજૂ કરી જેમાં ડૉક્ટર દર્દીને ધીમેથી પૂછે, નાડી જુએ, શું ખાધું, તાવ આવે છે, વિગેરે પોલીસ જુગારીઓને પકડે ત્યારે કેવી કડકાઈથી પૂછપરછ કરે એને બદલે ડોક્ટર કડકાઈથી અને પોલીસ હળવાશથી કેવા શબ્દોમાં પૂછે એનો સૌએ વધાવી લીધું.

વર્ષ 2040માં આગાહી કરી, બધા ડોક્ટરો જ હશે ત્યારે રેકડીમાં બૂમ સંભળાશે. શરદી, ખાંસી, ઉધરસ, તાવ મટાડવાની ગોળી લો, ભાઈ ગોળી – રંગબેરંગી ગોળી. બીજી આગાહી – બધાને એક સંતાન હશે એટલે લગ્ન વખતે ઈવેન્ટ મેનેજમેન્ટવાળા ૪ ભાઈ, ૨ બહેન, ૪ મામા, માસા, ફોઈ ફુવા સપ્લાય કરવાના.વધારાના પાંચ લાખનું પેકેજ આપશે.

દિલ દિયા હૈ તો જાન ભી દેંગે એ વતન તેરે લિયે

યેં દેશ હૈ વીર જવાનો કા

અમારો દેશ નંદનવન ફરથી થાય તો સારું એવી શુભભાવના વ્યકત કરી.

માલદીવને યાદ કરી એટલું જ બોલ્યા અમારા મિત્ર કહે માલદીવ ગયો નથી પણ દીવનો માલ અમારા ઘરે આવે છે. જાગો ગ્રાહક જાગો. ટૂથપેસ્ટ, સાબુ અને શેમ્પૂ આ ત્રણ જ વસ્તુ સ્વદેશી વાપરીએ તો આપણો દેશ અવ્વલ નંબરે પહોંચી જશે.

હિન્દી ફિલ્મોના ગીતોને યાદ કરો

            કસમે વાદે પ્યાર વફા, સબ બાતેં હૈ બાતોં કા ક્યા,

            કોઈ કીસીકા નહિ હૈ, જૂઠે નાતે હે નાતો કા ક્યાં

બહેનોને અનુપમામાંથી ટાઈમ કાઢી ડાયનીંગ ટેબલ પર જમવા બેઠેલા પતિ તરફ ધ્યાન કેન્ઢ્રીત કરવા ટકોર કરી. પતિએ પત્નીને કહ્યું આજે ચટણી બહુ જ સરસ બનાવી છે. પત્ની કહે મેં ટીપતી વખતે તમારું ધ્યાન ધરેલું એટલે બરાબર વંટાય છે.

રેલીઓમાં વળતી ભીડ પુસ્તકાલયમાં વળશે ત્યારે સંસ્કારનું સિંચન થશે.

ચલો એક નવી રમત રમશો. અંતાક્ષરી આપણે રમીયે છીએ જિંદગી શબ્દ પરથી ગીત ગવાય.

  • જિંદગી કા સફર હૈ યે કેસા સફર કોઈ સમજા નહિ કોઈ જાના નહિ
  • જિંદગી કે સફર….વો ફિર નહિ આતે
  • જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ
  • જિંદગી એક સફર હૌ સુહાના
  • જિંદગી મૌતના બન જાયેં સંભાલો યારોં

આ ગીતોમાં જિંદગી શબ્દની જગ્યા એ પત્ની શબ્દ મૂકો.

  • પત્ની કા સફર હૈ યે કેસા સફર કોઈ સમજા નહિ કોઈ જાના નહિ
  • પત્ની કે સફર…વો ફિર નહિ આતે
  • પત્ની હર કદમ એક નઈ જંગ હૈ
  • પત્ની એક સફર હૌ સુહાના
  • પત્ની મૌતના બન જાયેં સંભાલો યારોં

એવી રીતે ‘ચાંદ’ શબ્દ પર ગીત યાદ કરો અને સાંઠ શબ્દ મૂકો.

મહોબ્બત શબ્દ પરનાં ગીત યાદ કરો અને મહોબ્બ્ત શબ્દની જગ્યા એ પડોશન મૂકો.

પરિવાર મિત્રવર્તુળમાં આ રમત રમો ત્યારે સાંઈરામને યાદ કરજો. જ્યારે તમે પ્રસન્ન હોવ છો ત્યારે નિર્વિચાર અવસ્થા હોય છે. 17લાખ વર્ષે માણસ જીવતો થયો છે. પ્રકૃતિ માટે દરેક જીવ  Celebrity છે.

વીઝા મેળવવા સાંઈરામ અને તેમની ટીમે અંગ્રેજીમાં કેવા ગોટાળા કર્યા. એ વાત કરી. શા માટે તમારે ફોરેન જવું છે. એના જવાબમાં We Are Coming ફોર ‘Marrige Occasion’. એટલું કહેવાનું હતું તેને બદલે ઈન્ડિયન ઓકેઝન, અને ખોળો, ભરત જેવા શબ્દો બોલાયાને અર્થનો અનર્થ સર્જાતો ગયો.

પીઝા અને કેપેચીનો ખાધા અને પેટ બગડ્યું આખરે કાયમચૂર્ણે ત્યાગનો આનંદ આપ્યો.

રામ આયેંગે આયેંગે આયેંગે મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેંગે…

મંગલ ભવન અમંગલ હારી…

રામ સીતારામ સીયા રામ જય જય રામ

લક્ષ્મણ વનવાસમાં 11 વર્ષ સુતા ન હતા. એક રાતે આકાશમાં ચમકારો થયો. એક સફેદ વસ્ત્રોમાં સ્ત્રી એમનાં તરફ આવતી દેખાય. લક્ષ્મણે ધનુષ તૈયાર કર્યું. સ્ત્રી એની સામે પ્રગટ થઈ. કહે, હું નિંદ્રાદેવી આપ 11 વર્ષથી એક મટકું માર્યા વગર જાગો છો, તમારી પર પ્રસન્ન થઈ છું. માંગો તે આપું. લક્ષ્મણ કહે આપ અયોધ્યા જાવ ત્યાં એક સ્ત્રી ઝરૂખામાં સીતારામ બોલતી ઊભેલી જોવા મળશે. નિંદ્રાદેવી અયોધ્યા ગયા. સ્ત્રી સામે પ્રગટ થયા. મને લક્ષ્મણે મોકલી છે આપની પાસે. તમારી તપચર્યાથી પ્રસન્ન છું, માંગ માંગે તે આપું. હે દેવી તમે લક્ષ્મણ મારા પતિને એવું વરદાન આપો કે આગામી ત્રણ વર્ષ પણ એમને મારી યાદ ન આવે કે જેથી એ ભાઈ-ભાભીની સેવામાં ક્ષતિ ન પહોંચે. આ હતી ભાઈ ભાઈ વચ્ચેના ઉત્કૃષ્ટ પ્રેમની સરવાણી.

ગોંડલમાં જેલનું નવું મકાન થયું. મને કહે જેલના કેદીઓમાં સંસ્કારનું સિંચન થાય એવું કંઈ ગોઠ્વો. મેં રામાયણના પાત્રોનું એક નાટક બતાવ્યું. કેદીઓને જોઈને રામ, લક્ષ્મણ, હનુમાન પાત્રવરણી કરી. રીહર્સલ કર્યો. 26મી જાન્યુઆરી એ મારે બીજે જવાનું થયું. હું જય ના શક્યો. 27મી એ મેં જેલના સુપ્રિડેન્ટનું ફોન કરીને પૂછ્યું – કેવું રહ્યું નાટક. એમનો જવાબ હતો એમની બદલી થઈ ગઈ. મેં કહ્યું કેમ તો કહે, હનુમાન સંજીવની લેવા ગયા તે પાછા જ ન આવ્યા… જેલની દીવાલ ઊંચી કરી દેવામાં આવે. એ જોઈને મેં પૂછ્યું કેદીઓ કૂદકો મારીને ભાગી જાય છે, તો કહે ના, બહારથી અંદર આવે છે, જેલમાં દાળ બહુ સ્વાદિષ્ટ બને છે. બધા કેદીઓના ઘરેથી પત્ર આવે એક કેદીનો કોઈ પત્ર જ ન આવે. જેલરે પૂછ્યું ભાઈ તારું કોઈ નથી એ કહે મારું આખું ખાનદાન અહિં જ છે.

સસરાને જમાઈ પાનની દુકાને મળ્યા. સસરાએ 135 નો માવો અડધો આપતા જમાઈને  કહ્યું  કેવું  છે. જમાઈ – જમાઈ કહે તમારી દિકરી કટ્પીસ છે. સસરા એ ગલેફામાં માવો દબાવી કહ્યું એટલાથી થાકી ગયા, મારી પાસે તો એ કટ્પીસનો આખો તાકો છે.

જમાઈ ગાય છે – સૂન રહા હૈ રો રહા હૂં મૈં

સસરો જવાબ આપે છે – જો તેરા હાલ વો મેરા હાલ, ઈસ હાલ સે હાલ મીલા, તાલ સે તાલ મીલા

કેટલીક કન્યા જીવતો જાગતો અરબી સમુદ્ર હોય છે. વરકન્યા એકમેકને હાર પહેરાવે ત્યારે કન્યાના મામા કન્યાને કેડેથી ઊંચી કરે, વરના ફ્રેન્ડ એને એથી વધારે ઊંચો કરે. વરને ઊંચો કર્યો એના માથે પંખો, એના પવનમાં વરના માથાથી વીક ઉડી, વર ટાલ્યો. કન્યાએ ધરાર ના પાડી. પંખાની ત્રણ પાંખ એના દાતાના નામ – રામજી, ધનજી, પ્રેમજી એ ત્રણે ચક્કર ચક્કર ફરે ને, મેં કન્યાને સમજાવી. બહેન હેર ટ્રાન્સપ્લાન્ટેશન ડાયરો કહીશું, કેશોત્સવ તું ચિંતા ના કર, પરણીજા..

ઈન્દુલાલ ગાંધી રચિત કાવ્ય ‘આંધળી માનો કાગળ’ એ સૌની આંખના ખૂણા ભીના કર્યા.

અવતાર ચરિત ગ્રંથમાં – પ્રહલાદ અને હિરણ્યકશ્યપની વાત બુલંદ સ્વરોમાં રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. ફેસબુક લવર્સને એમણે કહે, બુક ફેસ કરવાનું મન થાય એવું કરો.

સંતાનની બર્થડે પર પુસ્તક ખરીદો ને મિત્રોને ભેટમાં આપો. માકસ મેકોલે એ કલકત્તામાં જોયું કે અહીં પોસ્ટ માસ્ટર તેના પ્યુનને પગે લાગે છે. એમણે પૂછ્યું કેમ આમ કરો છો. પોસ્ટ માસ્ટરે કહ્યું હું ખુરશી પર બેસુ ત્યારે એનો સાહેબ છું. બાકી એ મારા વડીલો છે. એમના આશીર્વાદ લેવા મારી સંસ્કૃતિ છે, મેકોલે એ અંગ્રેજીની એવી ભૂરખી નાંખી કે કલાર્ક પેદા કર્યા. જી સર, યસ સર. રટ્ટામાર, ગોખણપટ્ટી.

મેં સન્માન કરતા, ગાંધીજી કી શીખો કા મુઝ પે કર્જા હૈ, ભગતસિંહ કી ચીખો કા.

33 કરોડની વસ્તી હતી તેમાં 300 અંગ્રેજો હતા. આપણે એકનેય ફોડી શક્યા ન હતા. એ હતો એમનો દેશપ્રેમ. દેશપ્રત્યની વફાદારી.

            બડે હી ઠંડ કમરો સે હૂકમ કરતા ર્હૂં

            મેરે પીછે એક બૂઢે બાપને પસીના બહાયા હૈ,

અંતે રાત્રે સાડા અગિયારે હનુમાન ચાલીસાના પાઠ સાથે

‘હર ઘર મેં એક હી નારા ગૂંજેગા

મેરે ભારત કા બચ્ચાંબચ્ચાં, જય જય શ્રી રામ કરેગા’

કરતલઘ્વની સાથે સ્ટેન્ડિંગ અવેશન આપી, સૌએ ભારત માતા કી જય નો જયઘોષ કર્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!