ઋષિ દવે : બીજી મા સિનેમા
Published By : Aarti Machhi
ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ – ફાઇટર. પઠાણ બાદ સિદ્ધાર્થ આનંદની બીજી ફિલ્મ છે.
રિતિક રોશન સ્કવોર્ડન લીડર, શમશેર પઠાણીયા-પૈટી
દીપિકા પાદુકોણ સ્કવોર્ડન લીડર, મીનલ રાઠોડ- મીની
અનિલ કપૂર ગ્રુપ કેપ્ટન , રાકેશ જયસિંહ- રોકી
કરણસિંહ ગ્રોવર – તાજ, સંજીદા શેખ
અક્ષય ઓબેરોય : બેશ, રિષભ શાહની – વિલન
250 કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં રિતિક રોશનને 50 કરોડ, દીપિકા પાદુકોણને 15 કરોડ, અનિલ કપૂરને 7 કરોડ, કિરણસિંહ ગ્રોવરને 2 કરોડ મળ્યા.
ફાઇટર વહ નહીં હૈ જો અપને ટાર્ગેટ એચિવ કરતા હૈ
ફાઈટર વહ હે જો ઉન્હે ઠોક દેતા હૈ.
ફાઈટર ફિલ્મ ઇન્ડિયન એરફોર્સના જવાનોને ટ્રિબ્યુટ આપવામાં આવી છે. દેશભરના 100 જેટલા ચુનંદા વાયુસેનાના ઓફિસર્સને નવી દિલ્હીના ચાણકયપુરીમાં બતાવવામાં આવી હતી ત્યારે ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
જૈશ-એ-મોહમ્મદના હુમલા બાદ ‘એર ડ્રેગન ટીમ’ ક્વિક રિસપોન્સ આપવા તૈયાર રહે છે. વિલન રિષભ શાહની ખૂંખાર લાગે છે. પાકિસ્તાની એરફોર્સ પાયલોટ ‘રેડ નોઝ’ ભારતીય ફાઈટરોને છેવટ સુધી ટક્કર આપે છે. ઇન્ટરવલ પછી એરિયલ એકશન જ્યારે આવે છે ત્યારે દર્શકોના રૂંવાડાં ઉભા થઈ જાય છે. ઋતિક રોશને તેનું પાત્ર પ્રામાણિકતાથી અદા કર્યું છે અનિલ કપૂર એકદમ બેલેન્સ રહ્યો છે. રિતિક અને દીપિકાની પ્રેમમાં પડવાના દ્રશ્યો અસરકારક ક્યારેક હસાવે, ક્યારેક રડાવે. એન. જે. કોણ છે ? એ માટે ફાઈટર જોવું પડે. બુરખાધારી કોણ છે ? એ માટે પણ ફાઈટર જોવું પડે.
સંગીત : વિશાલ અને શેખરે આપ્યું છે
ગીત : ‘હીર આસમાની’ – સરસ. ‘શેર ખૂલ ગયે’ જાહેરાત પૂરતું સીમિત લાગે છે. પ્રમોશનલ સોંગ તરીકે ઇશ્ક જેસા કુછ’ – ઓકે.
વો ખુદ કો પાયલોટ સમજતા નહિં, તો ફિર ક્યા સમઝતા હૈ ? ફાઇટર.
આકાશમાં ઉડતા વિમાનો, છોડાતી મિસાઈલોના અવાજ મલ્ટિપ્લેક્ષમાં શક્ય એટલું ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, એ જે સહન કરી શકે તે મજા માણી શકશે. દેશદાઝ હિંદુ મુસ્લિમ સૈનિકોમાં એકસરખી છે એનું બેલેન્સ જાળવવા દિગ્દર્શક સફળ રહ્યા છે. જયહિંદ.