Published By : Parul Patel
બીજી માં : સિનેમા…ઋષિ દવે
ઝુમકા ગીરા રે…યે લાલ રંગ કબ મુઝે છોડેગા… ડોલા રે…ડોલા રે…ડોલા, અભી ના જાઓ છોડ કે કે દિલ અભી ભરા નહિ…કાંટો સે ખીંચ કે યે આંચલ…તોડકે બંધન બાંધી પાયલ…આજ ફિર જીને કી તમ્મના હે…
હિન્દી ફિલ્મના યાદગાર ગીતોની ઝલક રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં એટલી પરફેક્ટ રીતે ફિલ્માંકન કરવામાં આવી છે કે પ્રેક્ષક ફિલ્મ જોતી વખતે ઝૂમી ઉઠે…
રોકી રંધાવા (રણવીર સિંઘ) પંજાબી, રાની ચેટર્જી (આલિયા ભટ્ટ) બંગાળી અત્યંત જરૂરી અગત્યના મુદ્દા પર મળે. પુત્ર રોકી એના દાદા કાનવાલ રંધાવા (ધર્મેન્દ્ર)ની યાદ શક્તિ પાછી લાવવા એમની પ્રેમિકા જૈમિની ચેટર્જી (શબાના આઝમી)ને શોધી કાઢી બંનેનું મિલન કરાવે. આમ કરવામાં રોકી રાનીના પ્રેમમાં પડે. પ્રેમનો ઈકરાર કરવામાં વિલંબ કરે. એકરાર થાય એટલે રોકીનો પરિવાર નન્નો ભણે. બંને પરિવાર એક શરત રાખી બંનેને એક થવા પર સંમતિ આપે, રોકીએ રાનીના ઘરે અને રાનીએ રોકીના ઘરે રહેવાનું.
પંજાબી પરિવાર અને બંગાલી પરિવાર, બંનેની જીવનશૈલી જુદી, રીત રિવાજ જુદા, ખાણીપીણી, રીતભાત, બોલચાલ, દૈનિક ક્રિયા, વાર તહેવાર, પરંપરામાં આસમાન જમીનનો તફાવત. રોકી અને રાનીનો પ્રયત્ન, એમના પરિવારમાં ન સ્વીકારવાની પ્રારંભિક હોડ, પ્રેમી પંખીડા ની જીદ્દ, સફળતા, નિષ્ફળતા, રમૂજ, અહંનો ટકરાવ, મારુ, તારું, આવુજ હોય, એવું તો કઈ હોય, પહેરવેશ અને આખરે શહનાઈ વાગે.
દિગ્ગજ કલાકારોની પસંદગી અને એમનો અભિનય ફિલ્મના અંત સુધી પ્રેક્ષકોને જકડી રાખે. ધર્મેન્દ્ર ભુલક્કડ, શાયર, ગુમસુમ વયસ્ક, વ્હીલચેરમાં બેસી મહત્તમ ફેશ્યલ એક્સપ્રેસન આપીને દિલ જીતી લે. એના સદાબહાર ગીતો ર્હદયના તાર ઝણઝણાવી મૂકે.
શબાના આઝમી એજ ઠસ્સો, સ્પષ્ટ ઉચ્ચાર, યુવા પ્રેમીઓને શરમાવે એવા પ્રેમ વિશેના સંવાદો. પતિ શું આપી શકે? પ્રેમી કેટકેટલું માત્ર ગણતરીના દિવસોની મુલાકાતમાં આપી જાય અને વર્ષો પછી પણ એને પુનઃ સાજો કરવા, મેળવવા કડવા ઘૂંટ પીને પણ પાછી પાની ના કરે….પરફેક્ટ સિલેકશન.
જયા બચ્ચન-ધનલક્ષ્મી રંધાવા, ગુરુર, અહંકાર, રુઆબ, સર્વશ્રેષ્ઠ સત્તાધિપતિનો અભિનય, માથે ઓઢેલા પાલવને હાથ વડે મોં સુધી લાવવો, ખભા પરના પાલવને કેવી અદા થી ખસેડવો કે સંકોરવો, જાજરમાન. અમિતાભને પણ જયા બચ્ચનને આ ફિલ્મમાં જોવાની મજા પડી હશે.
ચંદન ચેટર્જી, કથક ડાન્સર, બહુ ઓછા પુરુષ કથક નૃત્ય શીખે, જયારે આ અભિનેતાએ પડકાર ઝીલ્યો. નિયમિત રિયાઝ કરે, મશ્કરી થાય તો પણ કથક નૃત્ય કરવાનું ના છોડે. તદ્દન ભિન્ન કેરેક્ટર. ચુરની ચેટર્જી, અંગ્રેજી લિટરેચર અને બંગાળી સ્કોલર બોલ્ડ પગભર મુસદી લેડીનો આબેહૂબ અભિનય. અંજલિ આનંદ ગોલુના પાત્રને જીવી જાય. સ્થૂળ શરીરની બધીજ મર્યાદા ઓળંગી એક યુવક તરીકેની ઓળખ ઉભી કરવા મથતી ગાયત્રી પ્રેક્ષકોને ગમશે.
ક્ષિતિ જોગ પૂનમ, ધનલક્ષ્મીની વહુ, શું લખું આ પાત્ર વિષે ? બસ ફિલ્મ જુઓ અને માણો…કાંટોસે ખિચકે યે આંચલ…ગીતને વિસ્યુઅલ મીડિયા ના પત્રકારોને નાઉ ચેનલની ઓફિસ, સમાચારો સ્ટોરી, સ્ટાફ,ચેનલની દુનિયાની ઈન-આઉટ સાઈડ જોવા ગમશે જ. રાની પોલિટિશ્યન આકાશ દીપ સબિરનો ઇન્ટરવ્યૂ કેવો આડે પાટે ચડી જાય છે. આમિર બસીર રંધાવા ધનલક્ષમીનો પુત્ર વાહિયાત રીતરિવાજોની ચુંગલમાં ફસાઈને પત્ની, પુત્રી કે સ્વ ઓળખનું બલિદાન આપતું પાત્ર અંતે સોળે કળા એ ખીલે છે.
સલામ તિજોરી…
સો વાત ની એક વાત કરણ જોહરે દિલ દઈને ફિલ્મ બનાવી છે. મનોરંજન ભરપૂર પૂરું પાડે છે.
અભી ના જાઑ છોડ કે…કે દિલ અભી ભરા નહિ….