Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogBLOG-નરેશ,ઠક્કર ભરૂચ… કર્ણાટકના ભારે રકાશ પછી ગુજરાત ભાજપ કોઈ ધડો-લેસન લેશે કે...

BLOG-નરેશ,ઠક્કર ભરૂચ… કર્ણાટકના ભારે રકાશ પછી ગુજરાત ભાજપ કોઈ ધડો-લેસન લેશે કે એજ પતનના માર્ગે 2014 લોકસભા??

Published by : Rana Kajal

  • ગુજરાતનો એક મર્દ ધારાસભ્ય બોલ્યો, જો નહીં ચેતયાં,સુધર્યા તો ગુજરાતમાં પણ આ જ દશા થશે…
  • મુ.મંત્રી અને પ્રદેશ પ્રમુખે ચૂંટાયેલી પાંખ અને સંગઠન ને આવો એક સાથે કડક સંદેશો આપવોજ પડશે…
  • મારા મિત્ર અને નવા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ આવું જાહેરમાં કહેવું જ જોઈએ,નહીંતર પુનરાવર્તન પાક્કું???

મોદી સાહેબના 09 વર્ષના એકચક્રી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અતિલોકપ્રિય બનેલા,કોંગ્રેસ હીન સાશન ના કોલને સાકાર કરતા સપનાઓને કર્ણાટક વિધાનસભાના વર્તમાન પરિણામોએ ભલ ભલાની હવા બગાડી નાખી છે, ઊંઘ ઉડાડી દીધી છે, એક દુઃસ્વપ્ન સમાન પરિણામો ભાજપ માટે બહાર આવ્યા છે. અજેય ગણાતા રાજપુરુષ નરેન્દ્ર મોદીજી અને ચાણક્ય કહેવાતા જોડીદાર શાહસાહેબ કર્ણાટકમાં લગભગ શરમજનક હારનો સામનો કરી રહ્યા છે…હાર, જીત તો રાજકારણ ની એક નિયતી હોય છે, પણ 2024ની ત્રીજીવારની લોકસભા જીતવા તલપાપડ એવા ભાજપની બધીજ ગણતરીઓ મરણપથારીએ પડેલી કોંગ્રેસે ઊંઘી તો પાડી પણ નવું જ જીવતદાન લઈને રાક્ષક્ષી અદાથી, કહો કે નિર્દયતા પૂર્વક, સંપૂર્ણ સુરક્ષા,અકલ્પ્ય બહુમતીથી સત્તા પર આવી છે…જેની દુર્ગામી અસરો મદય પ્રદેશ, રાજસ્થાનમાં પણ જોવા મળે તો નવાઈ નહીં… દેશભરમાં આ હાર જીતના અનેક કારણોના વિશ્લેષનો થયાં છે, ને એમાં બહુ હવે પડવા જેવું પણ નથી. પરંતુ ગુજરાત જે 156ની છાતીથી જીત્યું એ રાજ્ય પણ એકદમ દુર્ગતિ ના પામી જાય, લોકસભામાં 2-5 સીટો કોંગ્રેસ ના લઈ જાય એ માટે ગુજરાત ભાજપે બહુ દ્રઢતા, શિસ્તબદ્ધ અને મક્કમતાથી એનામાં પ્રવેશેલા અનિષ્ટ તત્વો ને દૂર કરી, લોકભોગ્ય અને જન કલ્યાણ રાજ નો અનુભવ પ્રજાને કરાવવો જ પડશે, નહીંતર કર્ણાટકનું ઇન્ફેકશન ગુજરાતની એન્ટી ઇન્કબંસી માં બે ગુજ્જુઓની જોડીને લોકસભામાં ભારે નુકસાન કરાવી દેશે, જે પછી ક્યારેય ભરપાઈ નહીં થાય…ચારે તરફથી મુસીબતોનો સામનો દિલ્હી કરી રહ્યું છે…ગઈકાલે જ ઢળતી રાત્રે મેસેજો સોશિઅલ મીડિયામાં આવ્યા કે ગુજરાતના મુ.મંત્રીએ રાજીનામુ આપ્યું ને મનસુખ માન્ડવીયા નવા મુ.મંત્રી બન્યા તો સાથે સાથે CR પાટીલ ને પણ પ્રજાએ બદલી નાખ્યા…પણ આ બધું અત્યારે તો એક માત્ર અફવા બની રહ્યું છે, જેને ઘણા બધા ને ઊંચા-નીચા કરી નાખ્યા હતા…

કર્ણાટકમાં ભાજપ હારવા પાછળનું મુ.કારણ ભ્રષ્ટાચાર મનાયો છે. તો ગુજરાત પણ એમાં ક્યાં બાકાત છે?? કહેવાતા મોદીજી અને અમિતશાહજીના અતિ નજીકના મનાતા નામોએ ભાજપની છબી ભારે ખરડી છે, સત્તાના જોરે હાલ તો બધું દબાયું છે. મહા ઠગ કિરણ પટેલ,વિરાજ પટેલ,સંજય શેરપુરીયા,છેલ્લે પરીક્ષા કાંડ,ડમી ઉમેદવારોના કાંડ માં યુવરાજસિંહ સાથે માજી શિક્ષણ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ શંકા ના દાયરામાં છે… માન મર્યાદા મૂકીને આર્થિક ગેરવહીવટોની અસંખ્ય ફરિયાદો ગુજરાતમાં ઉઠી છે…

આ તો થઈ ઓવર ઓલ વાતો..પણ આજે એક વીડિયો કલીપ બહુજ સૂચક રીતે વાઇરલ થઈ છે અને એ બહુજ મર્મસ્પર્શી અને સત્યને સ્વીકારતી વાત લઈને આવી છે,જે મુ.મંત્રી અને CR પાટીલ સાહેબે ગુજરાતના એક એક ધારાસભ્ય-156 નેતાઓ અને જિલ્લાના સંગઠનના એક એક હોદ્દેદારો ને બોલાવી બોલાવી સંભળાવવાની અને સમજાવવાની બહુ જ જરૂરી છે..હા, કર્ણાટકની હારથી સહુ કોઈ ફફડયું તો છે,પણ ભાજપે સુધરવું પણ તો જોઈએ,એ ઈશારો વલસાડ જિલ્લામાં એજ સાંજે 5 વાગ્યે ઉમરગામમાં એક સભામાં સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકરે બહુજ હૃદય સપર્શિ ભાષામાં કહ્યું છે કે નગરપાલિકાના એક એક સભ્યો ને સંબોધતા કહ્યું છે કે જો કોઈ ફરિયાદ આવે, તો એજ દિવસે એનો નિકાલ કરજો, નહીંતર ગુજરાતમાં પણ કર્ણાટક વાળી થાય તો નવાઈ નહીં. જનતા જનાર્દન છે, પ્રજાના કામો તો કરવા જ પડશે…આ 156 ધારાસભ્યોની વેદના અને અભિપ્રાય હોવો-બનવો જોઈએ…40% સરકરાની બદનામી સામે કેટલાક ભાજપીઓ જ ખાનગી માં કહે છે કે અહીં તો એનાથી પણ વધારે ભ્રષ્ટચાર છે…પાલિકાનું એક નાનકડું કામ પણ લાંચ વગર નથી થતું…”ટોપ તું બોટમ” ટકાવારી થી જ ભાજપ ટકી રહે છે જો આવું જ ચાલ્યું તો ભગવાન જાણે કેસરિયો ક્યારે ફિક્કો પડી જશે…?ખબર પણ નહીં પડે…

કર્ણાટક પ્રવાસેથી પરત ફરેલા ભાજપના ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને એમની ટીમને જો કોઈ એવો નકારાત્મક અનુભવ થયો હોય તો એનામાંથી, નહીંતર પરિણામો ના મૂલ્યાંકન પછી એટલું તો જરૂર જાગવું જ પડશે કે એમનો મહત્તમ મતવિસ્તાર એટલે ભરૂચ શહેર, અને એમાં શાશન કરતાં વધારે ભવાડા અને નિષફળતા જાહેર કરતા સાશન ને સમયસર સુધરવું જ પડશે, જાતે જાહેર રસ્તાઓ પર અધિકારીઓ,પદાધિકારીઓ સાથે નીકળવું પડશે…જૂની-નવી સમસ્યાઓ ઉકેલવી પડશે…પત્રકારોની પ્રજાના કામો નિપટાવવાની માગણીઓ,સૂચનો ધ્યાને લેવા પડશે…જો ભ્રષ્ટાચાર જ ફુલતો ફાલતો રહ્યો, તો કર્ણાટકનું પરિણામની જેમ હારેલી-થાકેલી જનતા કોઈપણ ‘ઇઝમ’ છોડી ને પણ, પરિવર્તન તરફ મોં મોડી શકે છે..અમે તો અમારું કર્તવ્ય જાહેરમાં બજાવતા રહ્યા છે, અને રહીશું..પણ ઉકેલ તો આપ જ લાવી શકો છો…ધ્યાન અમે દોરીશું,કદાચ કોઈને ના પણ ગમે, આપ પણ રમણ ભાઈ પાટકરને અનુસરસો તો ભરૂચના ભાગ્ય ખુલશે…બહુ પડકારો છે આપની સામે, સમય તો સડસડાટ વહી જાય છે, પ્રજા ને, સારા, મજબૂત, નિસ્વાર્થ માણસોને સાથે લો, અને ગાંધીનગરને આપની દ્રઢ ઇચ્છાશક્તિ નો પરચો આપશો, તો ભરૂચના સાચા નેતા અચૂક બની રહેશો…શરૂઆત પંચબત્તી ના રોડ થી શરૂ કરો તો વધુ આનંદ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!