Published By : Parul Patel
✍️ “ચેનલ નર્મદા”ના એક ધાર્યા 26 વર્ષની યાત્રાના સહુ સાથી, સંગાથીઓ ખરા યશભાગી છે, જેમના આખો ચેનલ નર્મદા પરિવાર ઋણી છે…
✍️ અમે યથા શક્તિ કોશિશ કરી છે કે અમો માત્ર સમાચારો, સ્ટોરી કે સોશિયલ મીડિયા થકી જ સમાજ સેવામાં વંચિત ના રહી જઈએ.
✍️ સામાજિક અને સેવાકીય ક્ષેત્રે પણ એક મીડિયા ઉપરાંત અગણિત ક્ષેત્રોમાં યથાશક્તિ પ્રદાનના આપ સહુ જીવંત સાક્ષી અને યશ ભાગી પણ આપ પ્રજાજનો જ છો.
ભરૂચ શહેર અને અંકલેશ્વરના સીમાડાઓ પૂરતી શરૂ થયેલી “ભરૂચ ધીસ વીક” ની 1996 ની યાત્રા 1998 ના બેજ વર્ષમાં એક વિશાળ વટવૃક્ષ જેવી ચેનલના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવી, જેના પાયામાં નાના નાના અસંખ્ય કન્ટ્રોલ રૂમ ચલાવનારા ભરૂચ-અંકલેશ્વર અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારના આશરે 200 થી વધુ કેબલ ઓપરેટર્સને સાંકળતી એક સ્થાનિક લોકલ ચેનલ નર્મદા વિશાળ કન્ટ્રોલરૂમ સાથે MSO પણ માત્ર 2 વર્ષના ગાળામાં 2000 ની સાલમાં સ્વર્ણિમ ગુજરાત દરમ્યાન ઈન્ટરનેટ સેવા સાથે જિલ્લામાં ફેલાયું…અનેક સંઘર્ષ અને યુદ્ધમય સ્થિતિમાં માત્ર લોકચાહના અને હુંફાળા સર્વ સ્થાનેથી મળતા પ્રતિભાવોએ ‘ત્રિપુટી’ ને ‘પંચ ‘ માં ફેરવ્યા..અને છેવટે બદલાયેલી ટેક્નોલોજીમાં પણ GTPL સાથે રાજ્યકક્ષાની મોટી સંસ્થા JV પાર્ટનરની સ્થિતિએ પહોંચ્યા..અને ચેનલ નર્મદા તો સોશિયલ મીડિયા થકી દેશ વિદેશ પહોંચી…જ્યાં જ્યાં દેશ વિદેશ ભરૂચી રહેતો હોય ત્યાં ત્યાં ચેનલ એમની પ્રિય બની…આ બધું એક ટીમવર્ક થકી તો ખરૂં જ, પણ કોઈના દિલ અને દિમાગમાં તમે ત્યાં સુધીજ ધબકી શકો જ્યાં સુધી એમની ઈચ્છા, તૃપ્તિ અને પસંદ બની રહો…ઘણાં ચઢાવ ઉતાર આવ્યા…પણ પ્રજાની પડખે રહેવાના અને સમાજ સેવા થકી પ્રજાના દિલમાં ધડકવાની નીતિ અને નિયતના કારણે જનમાનસમાં અંકિત થયેલા રહ્યા…
એક હાથ જો પ્રજાના બીજા હાથમાં કે એના હૃદયના ધબકારા અને સમસ્યાઓના નિકાલમાં વ્યસ્ત રાખો, એમના પ્રશ્નોને એક વફાદાર પત્રકાર તરીકે મૂલવો તો આપોઆપ પ્રશ્નો જેમના કારણે સર્જાયા હો કે જેમની નિકાલની જવાબદારી હોય તેમની ટીકાઓ થતાં એવા પછી એ રાજનેતાઓ હોય કે વહીવટકર્તાઓ.. એમના અપ્રિય થવુંજ પડે અને એમની આંખના કણા બની ખૂંછીએ પણ ખરા…અને ટીકાઓ કોને ગમે?? કડવી દવા તો માં જ પીવડાવે.. ભલે મોંઢા કંટાણા થાય…પ્રસંશા તો પ્રભુને પણ પ્યારી હોય, પણ પ્રજા ને તો પીડાનો નિકાલ જ વહાલો હોય…
આવી વિપરીત કર્તવ્યનીષ્ઠ સ્થિતિમાં આ 20 ઓગસ્ટે 26 વર્ષ પૂર્ણ કરી ચેનલ નર્મદાએ 27 માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો… 2022 થી 2023 નું આખુ વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ધામધૂમથી 25 વિવિધ કાર્યક્રમો કરી ઉજવ્યું હોઈ, 26 માં વર્ષની પૂર્ણતા ની ઉજવણી બિલકુલ સાદગીભરી, ખાસ કોઈ ઝાકમઝોળ કે જાહેરાતોની ભરમાર વિના માત્ર અને માત્ર અંગત સ્ટાફ સાથે ડીનર પાર્ટી કરી અને એ પણ ભારે – અતિભારે વરસાદ વચ્ચે…તદ્દન શાંતિ અને શુકુન ભર્યા માહોલમાં..
27 માં વર્ષના પ્રવેશને સાદગીથી ઉજવ્યો એનો એક ફાયદો એ પણ મળ્યો… આપણા સાચ્ચા -પોતાના હિતેચ્છુઓ અને વેલ વિસર્સ જોવા, જાણવા, માણવા મળ્યા..જેમણે સાચા દિલથી મુક્ત હૃદયે અંતરથી શુભેચ્છાઓ પાઠવી…અમે પણ આવા સાચા સહ હૃદયી વડીલો, મિત્રો શુભેચ્છા્કો, વિજ્ઞાપન કારો, ઓપરેટર્સ, વ્યૂઅર્સ અને હર્ષથી પુલકિત થઈ ઉઠતા તદ્દન સામાન્ય જનને પણ હૃદયથી બિરાદાવીએ છીએ…જયારે સટાફના મિત્રોએ PMO માંથી આવેલા આપણા જ નહિ, વિશ્વના લોકપ્રિય નેતાઓમાં અગ્રેસર દેશના જનનાયકમાં. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો PMO માંથી આવેલો શુભેચ્છાનો સંદેશ જોયો ત્યારે બધાને સાચું જ્ઞાન લાધ્યું, ભાન થયું કે માનસ ગમે તેટલો ઉચ્ચ પદે પહોંચે, પણ જો એ પાયાના પથ્થરને જ ભૂલી જાય તો એ જનનાયક નથી બની શકતો.. અમારાં માટે એ સ્થાને, PMO માં પણ ચેનલ નર્મદાનું નામ હોવું, એ અતિ ગૌરવ અને આપણા ભરૂચની પ્રતિષઠાનું ઘોતક છે, અમારો કોલ આજે ઓન અખંડ છે, આ પવિત્ર પાવન ભૂમિ ના ઉદ્ધાર, જનકલ્યાણ માટે પ્રતિકૂળ પરિસ્થિમાં પણ રાષ્ટ્રનીષ્ઠ નાગરિક, જાગૃત પ્રહરી તરીકે જનસેવામાં કોઈ પણ રાજકીય કે સંસ્થાકીય હોદ્દાની લાલચ વિના ભ્રુગુભૂમિની સેવામાં અડગ રહીશું… હા, હું વ્યક્તિગત રીતે આભાર માનવામાં થોડો મોડો છું, પણ ‘મોળો’ નથી..પુનઃ અમને પ્રેમથી શુભેચ્છા પાઠવાનાર કે સમય સંજોગોને વશ એમાંથી ચુકી જનાર સર્વેનો ખુબ ખુબ આભાર…ઋણ સ્વિકાર… અમે તો સહુને આ ભૂમિના સંતાનો, પોતાના જ માનીએ છીએ..🙏🙏
(મારાં બ્લોગના નિયમિત વાંચક મિત્રો બ્લોગની અનિયમિત્તાથી નારાજ થઈ, રસ્તે મળે તો પૂછે છે કે કેમ બ્લોગ નથી લખતા?? હું નિયમિત બનવાની કોશિશ કરીશ એટલું જરૂર કહીશ.. પણ જનતાએ પણ જાગૃત અને થોડું સંવેદનશીલ બની, આક્ર્મક પ્રતિભાવો કોઈ પણ રાગ દ્વેષ વિના આપતાં શીખવું પડશે..🙏)