Published By : Parul Patel
- ✍️ છેવટે મોડે મોડે પણ ભરૂચ નગરપાલિકા જાગી ખરી…3 વર્ષે પણ ચોમાસા પૂર્વે પાંચબત્તીનો માર્ગ, વરસાદી ગટર સમયસર પુરી થશે કે..???
- ✍️ વરસાદી પાણીના પ્રોપર નિકાલ માટે મયુરીની બાજુનો કાન્સ ઊંડો કર્યે જ છૂટકો…
ભરૂચ નગરપાલિકાની કફોડી આર્થિક હાલતની સાથો સાથ કોઈ મોટા નેતાના સીધા માર્ગદર્શન અને અધિકૃત દબાણ વિના કોઈ કામો સમયસર કે સચોટ રીતે થતાં નથી, જેના પાપે પ્રજાએ તો દુઃખીજ થવું પડે છે…વર્ષો પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટે નો કસકનો પ્રયાસ પણ લગભગ નિષ્ફળ રહ્યો એવી જ રીતે 10-12 વર્ષથી હું ખુદ, ચેનલ નર્મદા પાછળ પડ્યા હોવા છતાં પાંચબત્તી-સેવાશ્રમ રોડના પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી…
સીટીસર્વેના રસ્તે પાણી ખાડીમાં વાળવાનો અર્ધો-પરધો અને લગભગ નિષ્ફળ પ્રયત્ન પછી માથે ચોમાસુ હોઈ, પાંચબત્તીથી સેવશ્રમ તરફની એક ગટર દ્વારા PWD ક્વાટર્સ થઇ સિદ્ધનાથ નગરની ખાડીમાંથી આલી-ડભોઇઆવાડના કાંસમાં પાણી વાળવાનો પ્રયાસ સાથે શક્તિનાથ અન્ડરપાસ સુધીનો મુખ્યમાર્ગ થોડો પહોળો અને પેવર્સવાળો બનાવવાના માર્ગનું પ્રજા-મીડિયાના જોરદાર દબાણ થતાં છેવટે આજે રસ્તાને બંધ કરવાનું જાહેરનામું અને જે તે કોન્ટ્રાકટરને પણ સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાની નોટિસ ભરૂચ નગર સેવાસદને બહાર પાડી છે. આ મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવા જો મોડું થાય તો હેવોક સર્જાઈ જાય એ નિર્વિવાદ છે. એટલે જ મારે કેહવું પડ્યું કે જો સમયસર કામ પૂરું નહિ થાય તો ના છૂટકે મારે ઉપવાસ આંદોલન કરવું પડશે…જોઈએ કે પાલિકા શાનમાં સમજે છે કે પ્રજાએ આંદોલન ના માર્ગે જવું પડે છે…આ કાર્ય બહુ જ ટેક્નિકલ ધ્યાન-કાળજી માંગનારુ છે, પાલિકાની કસોટી પણ છે, જો પાલિકા યોગ્ય કાર્ય કરશે, તો પ્રજા પણ સહયોગ કરશે જ, પણ જો ચોમાસુ આવ્યું તો પછી બહુ અઘરું, જાણવા મળ્યા પ્રમાણે ત્રીજા માર્ગ રૂપે પાલિકા મયુરીની બાજુનો કાંસ પણ ઊંડો કરશે, તો 80% વરસાદી પાણીનો કદાચ થોડો ઘણો યોગ્ય નિકાલ થશે…
ભરૂચ નગરપાલિકાની છેલ્લી સાધારણ સભા તોફાની બની છે અને પીવાના પાણી, સફાઈ, વીજળીના-સ્ટ્રીટલાઈટના વેરાઓ વધારવાનાં એક પક્ષીય નિર્ણયે પણ ભારે હોબાળો પ્રજા, મીડિયામાં મચવ્યો છે, એ પણ એક જનઆંદોલન ઉભું કરે તો નવાઈ નહિ…લીગસી વેસ્ટ નિકાલનો ઇસ્યુ, ભૂગર્ભ ગટર યોજનાના મુદ્દે અમદાવાદની AMCની સામે જેમ PIL થઇ, એમ ભરૂચ નગરપાલિકા સામે પણ બહુ હેતુક અવગણના, ભ્રસ્ટાચારી શાશન, ગ્રાન્ટના અયોગ્ય ઉપયોગો અંગે હું જનજાગૃતિ અને હાઇકોર્ટમાં એક PIL માટે પણ હું સક્રિય પ્રયાસો કરીશ એ પાક્કું…એ માટે થોડા વધુ પુરાવાઓની, અને પ્રજાની જાગૃતિની રાહ જોઈ રહ્યો છું…ખેડૂતો નો પ્રશ્ન વચ્ચે આવતા પાલિકા સામેનું જાગૃતિ અભિયાન થોડું વિલંબીત થયું છે…