- એક મીડિયા મેન તરીખે હું જાહેરમાં કહેવા માગું છું કે,ચોથી જાગીરે જો સાચી જનસેવા-પ્રજા અને લોકશાહીની કરવી જ હોય તો રાજકારણીઓ સાથે જોજનો દૂર જ રેહવું જોઈએ…
- હું પણ કબુલું છું કે રાજકિયમૈત્રીના પરિણામે ચેનલ નર્મદા મીડિયા તરીકેના ઘણાં કર્તવ્યો ચૂક્યું છે: પણ હજુ ક્યાં સુધી?? હવે આત્મા ચિંતન-મંથન અનિવાર્ય છે…
ઘણા લાંબા સમય થી મારા ભરૂચનું શુ?એક સફળ પત્રકારનું કર્તવ્ય શુ? શહેરના હિતમાં સુવિધાઓમાટેની ઝુંબેશ ની બ્લોગ શ્રેણી ને અધવચ્ચે છોડી ને કેટલીક સામાજિક જવાબદારી,સ્વાસ્થ્ય અને આત્મ મંથન કહો કે થોડી નિષફળતાઓ ની નિરાશા હેઠળ હું બ્લોગથી વિમુખ રહ્યો..શારીરિક પીડા નો તો ઉપાય પણ શોધ્યો,ને જડ્યો કે V BLOG મુકવા પ્રજા સમક્ષ,જેથી આંખોની સમશ્યા ટાઈપ કરવામાં ઝાઝી ના નડે…પણ જીવનની કેટલીક ભૂલો,કાર્યપધ્ધતિ એવી પણ હોય છે,જેની આડ અસરોને દૂર કરતા બહુ લાંબો સમય નીકળી જાય છે,એક માનવી તરીકે માનવીય મર્યાદાઓ,લાગણીઓ તથા જવાબદારીઓ જલ્દી આપણને કેટલાક બંધનો કે વળગણમાંથી ઝટ દઈ ને મુક્ત થવા દેતી નથી…આવી બે ચાર ભૂલો ને સુધારતા 6-7 વર્ષો લાગી ગયા છે…
એક ભૂલ મેં મીડિયામાં રહીને રાજકારણને સાથે રાખવાની કરી,હેતુ હતો કે પ્રેસ,પોલીસ અને પોલિટિશિયન્સ સાથે મળીને જો જન કલ્યાણ કે લોકશાહીનું જતન-સવર્ધન કરીએ તો ઘણું બધું સારું કામ કરી શકીએ.વળી હું તો 18 વર્ષની ઉંમરે ભરૂચ પાલિકામાંથી ભાજપ ના કમળ સાથે ચૂંટણી લઢીને હારેલો,હા ડિપોઝિટ બચાવેલી ખરી,બાકી દેશ માં બે જ કમળ સંસદમાં ખીલેલા…આજે જો કે 40 વર્ષ બાદનો પોલિટિકલ સિનારીઓ અત્ર તત્ર સર્વત્ર કમળ જ કમળ નો છે..રાષ્ટ્રભાવના ની ઈચ્છા જોકે હજુ પૂર્ણતઃ પુરી નથી થઈ…સપના પુરા થતા પહેલાજ વિખરાઈ રહ્યા છે…દેશની વાત હમણાં નથી કરવી,ના રાજ્યની….પણ જે શહેરમાં સ્વપ્ન જોયા છે, એ સપનાઓ નો કચરો જોઈ હૃદય દ્રવી ઉઠે છે અને કાઈજ ના કરી સકવાબદલ જીવનની વ્યર્થતાનું દુઃખ થાય છે…
નર્મદા તટે,અને એના દર્શન માત્રથી ધન્યતા-પુણ્યતાની વાતો દરેક શહેરી જન ને મજાક રૂપ લાગતિ હશે. એટલા ભયાનક રાજકિય,વહિવટી અને શાશનાત્મક નિષફળતાઓ કાચા પોચા ને તો શહેર જ છોડાવી દે છે,પણ અમારા જેવા 5-50 નિશાશા નાખી બોલ્યા કે લખ્યા કરે છે,કંઈક કરવા ધમ પછાડા કરે છે કહો કે બડ બડ કરે છે,સરકારી મુલાઝીમો આવે છે ને 2-4 યોજનાઓ આપી,બતાવી પ્રમોશનો લઈ ને ઉડી જાય છે…પણ શહેર ની સુંદરતા,અદ્યતનવિકાસ કે પ્રગતિની સફળતા દૂર દૂર પણ દેખાતી નથી,એટલે જ લખ્યું કે એક પત્રકાર તરીકેની મારી નિષફળતા મને ક્યારેક ક્યારેક ડિપ્રેસન માં લાવી દે છે કે કરવું શું? પ્રજા કેમ જગાડવી? નેતાઓને કેમ સમજાવવા?? સોલ્યુશન ક્યાંથી શોધવું??? શહેરના વિકાસના અવરોધ,એ લોકોજ બની રહ્યા છે,જેમની ફરજ કહો કે ધર્મ…પ્રજા કલ્યાણનો જ છે…
છેલ્લા 2..4 વર્ષોના અંગત અનુભવો અને પરિસ્થિતિ બાદ આત્મ મંથનના અંતે થોડું થોડું અમૃત અને થોડું ઝેર મળ્યું છે…હું સ્વીકારું છું કે લોકશાહીના ચાર સ્થમ્ભ માં ચોથી જાગીર એવા મીડિયામાં છેલ્લા 25 વર્ષમાં મારા અંતરનો નાદ બનેલા મારા ભરુચી દર્શકો,મતદાતાઓ ની નિષ્પક્ષ અને નિખલાસભાવે પણ મજબૂતી પૂર્વક,સફળ અને પ્રભાવી મીડિયા તરીકે હું ચેનલ નર્મદાને ઉચ્ચ શિખરે લઈ જઈ શક્યો નથી…એના કારણોનું દીર્ઘ પૃથકકરણ કર્યું,રાત રાત પાશા બદલ્યા, કે નિશવાર્થ ભાવ હોવા છતાં જનહિત-કલ્યાણના કાર્યોમાં પણ મને નિષફળતાઓ કેમ મળી રહી છે?? તો કેટલુંક નગ્ન અને ના ગમે-સ્વીકારી શકાય એવું સત્ય નજર સામે તરી આવ્યું…,દુશ્મનો-અવરોધક મારી આજુ બાજુના અને કહેવાતા કેટલાક પોતીકાઓ જ છે(બધા નહીં-બે ચાર તો પાક્કા)કહેવાતા રાજકિય મિત્રો છે…અને એ જાણી,સમજી,વાંચીને મારા ઘણા પ્રસંશકો અને મિત્રો ને દુઃખ કે આઘાત લાગે,તો એડવાન્સમાં ક્ષમા યાચના સાથે હું બહુ જ સ્પષ્ટતા પૂર્વક અને વિષદ રીતે જાહેરમાં સ્વીકારીશ કે જીવનમાં ક્યારે ય રાજકારણ અને મીડિયા, બે ફિલ્ડમાં પગ રાખી,બેલેન્સ કરવાની ભૂલો,જનહિતની વાતો કરવી પણ કદાચ આ કળિયુગમાં વિચારવી પણ નહીં…ક્યાં તો શસ્ક્ત અને શુદ્ધ સેવાધરી, સત્તાધીશ સ્વંયમ બનો,ક્યાં તો એમની પર સંપૂર્ણ નિયંત્રિત બનવાવાળા ચોથી જાગીરના તાકાતવર નિષ્પક્ષ,નિર્ભિક,મજબૂત લોક પ્રહરી બનો…મીડિયાને ક્યારે કોઈ સંબંધો,વ્યાપાર કે સત્તાના મોહપાશમાં જડવા-મઢવા કે આસપાસ પણ ફરકવા ના દો…ક્યાં તો સફળ,પ્રામાણિક અને સ્પષ્ટ નેતા બનો ક્યાં તો પત્રકાર…પણ બે ઘોડાની સવારી માણસને ક્યાંય નો રાખતી નથી,અથવા કહો નિર્બળ અને નિષ્ફળ બનાવે છે…હા,ચેનલ નર્મદાના પ્રારંભના વર્ષો-દાયકામાં જે નરેશ ઠક્કર હું હતો કે જે ચેનલ નર્મદા હતી, તે આ છેલ્લા દાયકામાં શસ્ક્ત ને શક્તિશાળી રહી નથી,કારણ અનેક છે પણ એમાં હું ક્યાં છું? કેટલો જીમેંદાર છું એ મેં શોધી- સમજી લીધું છે..અને એટલેજ આજના બ્લોગમાં ટાઇટલ લખ્યું છે આ બધું ક્યાં સુધી? કેમ ? કોના માટે ? જો સત્તા અને રૂપીઓ એ જો જીવન નો ‘હેતુ’ જ નથી,બીજી કોઈ અવરોધક નીતિ કે દાનત નથી,તો એક ઘા ને બે કટકા, વાળું પત્રકારત્વ કેમ નહીં??
આજે જ આ બધું ઉભરાવવાનું પણ એક કારણ છે, અને એ છે ભરૂચ જિલ્લા ભારતીય જનતાપક્ષમાં ભજવાયેલી સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની બર્થ ડે પાર્ટી, કેક કટિંગ અને ફોટાઓની FB પર ભલે ભૂલથી, પણ મુકાઈ ગયેલી અને ગામ આખા માં ગવાઈ ગયેલી ઘટના…આ તો ટાંકણી નું એક ટોચકું માત્ર છે,પણ આવા અસંખ્ય પૈકી માન્ડ 5-7 પ્રસંગો બહાર આવે છે,પુરાવાઓ ના અભાવે છોડી દેવું પડેલું નિકોરા ફાર્મ હાઉસ પ્રકરણ ક્યાં જૂનું છે??પણ આપણે ક્યાં જઈ રહ્યા છે?? કોણ ને કેવું છે આપણું નેતૃત્વ??ભવિષ્ય??સલામતી?? કોણ બચાવશે પ્રજા ને??
હું ભારે મથામણ વચ્ચે કેટલાક ઓબ્લિગેસન્સ માંથી મુક્ત થઈ, અને અતિ શુદ્ધ બની પુનઃ ઓરીજીનલ પ્રજા લક્ષી માત્ર પત્રકાર બની રહેવાની છેલ્લી ઇનિંગ માટે ખુદને તૈયાર કરી રહ્યો છું,કે કહો કરી ચુક્યો છું,એ માટે મારે જે ત્યાગવું પડે તે ત્યાગી દેવું જોઈએ અને,મોહ માયા કે અર્ધ-હૃદયની સ્વાર્થી-રાજકિય મિત્રતાને પણ જરૂર પડે એક કોરાણે મૂકી…હું કોઈ પણ લોભ,લાલચ કે સ્વાર્થ વિના, મારી પ્રજા ના પક્ષતરફ નિષ્પક્ષ બની જવાનો પૂરો- ગંભીર પ્રયાસ કરીશ.. ધર્મ યુદ્ધ કરીશું,પછી એ વહીવટી તંત્ર સામે હોય કે સરકાર,રાજકિય પદાધિકારી,ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે …જે પરિણામ મળશે,જે થશે,જે અંત હોય તે ખરું…જેટલું મળવાનું હતું એ બધું જ મને પ્રજા એ અને પ્રભુએ,પ્રારબધે આપીજ દીધું છે..નમામિ દેવી નર્મદે…મળતા રહીશું..