Published By : Parul Patel
- ✍️ જન્મ દિવસ ઉજવવો,એની શુભેચ્છાઓ સ્વીકારવી,ઋણ સ્વીકાર કરવો અને એનો ગૌરવ લેવો કોને ના ગમે ??
- ✍️ વ્યક્તિ જ્યારે એક સંસ્થા બની જાય, સમાજનો અંશ બની રહે ત્યારે એની સ્વીકૃતિ સહજ અને સરળ બને છે..
- ✍️ માં દુર્ગાની આઠમે મારા જન્મદિન નિમિતે મને મળેલી શુભેચ્છાઓનો વરસાદ, મારી આવી સ્વીકૃતિ- પ્રેમ, મારા માટે તો એક આશ્ચર્ય, અહોભાગ્ય જ રહ્યું…
નવરાત્રીની આઠમ એક શ્રેષ્ઠ દિવસ હતો, નવરાત્રીની આઠમ-અષ્ટમી અને 22મી ઓક્ટોબર, મારો જન્મ દિવસ…આમ તો હું દિવાળીની લાભ પાંચમ અને ઓક્ટોબર 21ની મઘ્યરાત્રિ અને 22મીની સવારે, મળસકે જન્મ્યો હોઈ મારી Birth day હુ સમજણો થયો, જ્યોતિષ શીખ્યો પછી ભારે મહેનત પછી 21મીના બદલે 22મી એ જન્મ દિન મનાવવા માટે બધાને સમજાવી શક્યો…છેક 1996 પછી એમાં 80% સફળ થયો…આ વર્ષે પણ ઘણાએ 21મી ઉમઁગમાં હેપ્પી બર્થ ડે કરી નાખી.
આજે હુ વિચારતો હતો કે મેં એવું તો કયું કામ કર્યું છે, કે મને આટલા બધા…અધધ કહેવાય એટલા મિત્રો મારા જન્મ દિવસે યાદ કરી કરીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપે?? નથી હું કોઈ નેતા, સેલિબ્રિટી, અભિનેતા, કે નથી કોઈ મહાનુભાવ…નથી કર્યા એવા કોઈ જ મોટા-સારા, ઉત્તમ કામો…હા, એક વટવૃક્ષ જેવી 25 વર્ષ ઉજવીને સફળતાને વરેલી એક વિઝ્યુઅલ મીડિયા, સંસ્થાનો ડિરેકટર અને સમાજસેવા-ધર્મ પ્રત્યે અનહદ શ્રદ્ધા વાળો જીવ ખરો…
મૂળ ભરૂચના કંસારવાડ નજીક ઊંડીવખારમાં જન્મેલો હુ માતા-પિતાનું છઠ્ઠું સંતાન..શિક્ષણ પણ સામાન્ય-એટલો સ્કોલર પણ નહીં, હા બચપણથી નેતૃત્વ ફૂટી કુટીને ભરેલું…અને એમાં પણ યુનિયન સ્કૂલ (મેઇન-બ્રાન્ચ) માં અભ્યાસ કરી, હાયર એજ્યુકેશન 11-12th આર. એસ. દલાલમાં કર્યું જે તે સમયની કેળવણીએ, મારાં શિક્ષકો, સહપાઠી મિત્રોએ મને ખુબ ખીલવ્યો, ઘણું બધું વૈવિધ્ય, સંસ્કાર-ઘડતર આપ્યું…મોનીટર બનવું, દલાલમાં GS બનવું અને લોક પ્રતિનિધત્વ કરવાનો, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સ્વભાવ ત્યારથી જ બન્યો…11th માં એક આંદોલનનું નેતૃત્વ પણ કર્યું…12th પછી 18 વર્ષની ઉંમરે તો હું ભરૂચ નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ NO-08 માંથી લડ્યો, મોટા મોટા ધૂરંધરો સામે આ “બાળક” હાર્યો, (આજના મોટા ભાગના નેતાઓ કે એમનું નેતૃત્વ તો ક્યાંય દેખતા જ નહતા…જન્મ પણ ઘણાંનો થયો નહિ હોય, મોટા ભાગના તો ઈમ્પોર્ટ થયેલા છે સ્નાતક જે.પી.કોલેજમાં કર્યું, GSની ચૂંટણી બીજા વર્ષમાં હાર્યો…પછી ધ્યાન કેન્દ્રિત કરી ભણવાનું પૂરું કર્યું, LLB પણ કર્યું..અને ANK GIDC માં 1500 રૂપિયામાં નોકરી કરી…લ્યુપીને નોકરીમાંથી ‘યુનિયન બનાવશેની’ બીકે નોકરીમાંથી કાઢ્યો…
છેલ્લે જ્યોતિષના આધારે અને ગુજરાતી પરના પ્રભુત્વ 1992 ના રાયોટ્સ વખતે પત્રકારત્વની વાદે ચઢી 786- રૂપીયાના પાર્ટ ટાઈમ પગારે નોકરી કરી, અનિચ્છાએ પણ પત્રકારત્વને પકડી રાખ્યું અને છેવટે 1996માં વિઝ્યુઅલ મીડિયાની મારી અતિ સંઘર્ષ અને યુદ્ધ જેવી ચેનલ નર્મદાની સ્વતંત્ર કારકિર્દીનો આરંભ થયો, જે GTPLના JV સાથે એક ‘ડિરેકટર’ તરીકે મને ભરૂચની જનતાના હૃદયમાં ઊંડે સુધી સ્થાપિત કરવાનું નિમિત્ત બન્યો છે. પત્રકારત્વમાં મને ડિસેમ્બર 2022 માં 30 વર્ષ પુરા થયાં, ભરૂચમાં જન્મ્યાને 22 ઓક્ટોબર, 2023 એ જીવનના 60 વર્ષ પૂર્ણ કરી, શષ્ઠી પૂર્તિ કરી, 61 માં વર્ષમાં પ્રવેશ કર્યો. આમતો નિવૃત્તિનો વિચાર મિત્રો પાસે મુક્યો પણ ખરો, પણ ભરૂચ માટે જોયેલા સપનાઓને પુરા કરવામાં જીવ ગુંચવ્યા કરે છે. એક સમય ઇચ્છીત અને સારા મોટા કાર્યો સાકાર ના થતાં ડિપ્રેસન પણ આવ્યું…વ્યવસાયિક નિવૃત્તિનો ખ્યાલ પાક્કો પણ કર્યો, પણ પડકારો ઝીલવાની આદત, સપનાઓ પુરા કરવાની જીજીવિષાએ અને સહુથી મોટી, તો આ છેલ્લા જન્મ દિવસે મને આટલી બધી શુભેચ્છાઓ આપનાર મારા મિત્રો, સ્નેહીઓ, વડીલોનો પ્રેમ જોઈને એવું પ્રબળ મન થયું કે એકાદ બે વર્ષ એક્સટેન્શન લઈને બાકી રહેલા કામો, ન્યાય માટે લઢી જ લેવું જોઈએ. હા મને ઈશ્વરે અસંખ્ય સારા કર્મો મારા શહેર માટે કરવાની તકો આપી છે, જેમાં નવું પાંજરાપોળનું સર્જનમાં નિમિત્ત બનાવ્યો, જ્યાં જન્મદિવસે ગૌ પુંજન કરવાનો લ્હાવો મળ્યો, જેના માટે એક પત્રકાર તરીકે ગજા બહારનું યુદ્ધ છેડેલું, એ દિવસો યાદ કરી પાછી શક્તિ એકત્ર કરી 8-9 વર્ષથી ભરૂચની ગંદી રાજકિય રમતોમાં અટવાયેલી, અને મરણ પથાયરીએ પડેલી મારી માતૃ સંસ્થા, સ્કૂલ RS DALAL માટે યુદ્ધે ચઢવાની પ્રેરણા મળી છે, અને હું યુદ્ધ પુનઃ લઢીશ મારા શહેર માટે, મારી શાળા માટે, જરૂર પડે પુનઃ હાઇકોર્ટ જઈશ… જાહેર ચર્ચા ગોઠવી વિરોધીઓને ખુલ્લા પાડીશ..પરિણામ જે આવે તે…આ એક અંતિમ યુદ્ધ હવે તો લઢી જ લેવું પડશે…જો સત્ય અને નિઃસ્વાર્થ કાર્ય હોય તો જીતવું તો પડે જ…અને જો આટલા બધા શુભેચ્છકો, સ્નેહીઓ, વડીલોના છુપા, પ્રત્યક્ષ આશીર્વાદ, પ્રાર્થનાઓનું પૂરક બળ હોય તો પારોઠના પગલા કેમ ભરવા??
હું મારાં શહેરનો, મારા સહુ સાથીઓનો, સમયનો ઋણી એટલે પણ છું કે મને સ્ટેચ્યુ પાર્ક, સિદ્ધનાથનો ગાર્ડન, ગીતાપાર્કનો ચિલ્ડ્રન પાર્ક બનાવવાની તક મળી, ભરૂચના ત્રણ પ્રસિદ્ધ મંદિરોના પુર્ણોદ્ધારમાં નિમિત્ત બનવાનો મોકો મળ્યો, જુવેનાઇલની બિલ્ડીંગોની નવરચનાના નિમિત્ત બનવા મળ્યું…ઘણું બધું મળ્યું છે, રાજકીય સત્તા સિવાય, જેની કોઈ ક્યારેય અપેક્ષા જ નહતી, આ રાજકારણીયોને કદાચ ડર-ભય હશે કે…જો આ રાજકારણમાં આવ્યો તો…પણ મારું પત્રકારત્વ પક્ષા-પક્ષીથી ઉપર અને સ્વશાષિત પણ ખરું…ટિક્ટોની દયા કે ભીખ, મર્યાદાઓ થી દૂર દૂર… હા સ્પ્નસિધ્ધિમાં નિષ્ફળતાઓ પણ ઘણી મળી…સ્વીકારું છું કે 45 લાખ ગ્રાન્ટ મળવા છતાં હું હોસ્ટેલ ગ્રાઉન્ડનું સુંદર ડેવલોપમેન્ટ-ગિફ્ટ ભરૂચને નથી આપી શક્યો, એની પાછળ પણ જે ગંદુ રાજકારણ ખેલાયું એ ખુલ્લું પાડવાનો સમય હવે હાથ વેંતમાં છે. જો બન્યું હોત તો માય લીવેબલ અને લવેબલ ભરૂચનું એક ઉત્કૃષ્ટ મોર પીંછ તો હોતે જ…એક પત્રકાર હોવાના નાતે મને ઘણું મળ્યું છે, પણ રાજકિય રીતે મને ઘણું નુકસાન વેઠવાનો વારો આવતો રહ્યો છે…કારણકે પત્રકારે ટીકાકાર પણ બનવું પડે છે…સત્ય, ન્યાય માટે…પણ હા, જો પીઠ પાછળનું સેટલમેન્ટ હોય તો જ પત્રકારત્વ અને પોલિટિક્સ (સત્તા ) સાથે સફળ થાય, પણ આવા સેટલમેન્ટનો હુ તો પહેલેથી જ કટ્ટર વિરોધી ને દુશમન હોય ઘણાએ ટાંટિયા ખેંચ કરી, હું આગળ ના નીકળી જાઉં, સફળ થઇને અવરોધ રૂપ ના બનું એ બીકે મારા ભરૂચને, એ માટે જોયેલા વિકાસના સપનાઓને અકાળે આવા રાજકારણીઓ એ અસ્ત કર્યા છે…પણ મારા 60 માં જન્મ દિવસે આપ સહુ, પ્રજાજનો, મિત્રો શુભેચ્છકો એ હૃદયથી યાદ કરી કરીને, સોશિયલ મીડિયા, મોબાઈલથી, રૂબરૂ આપેલી શુભેચ્છાઓ બદલ હું સહુનો આ વિશેષ Blog થકી ઋણ સ્વીકાર કરું છે, આભાર વ્યક્ત કરું છું અને અન્યાય સામેની લડતમાં આખરી શ્વાસ સુધી લડતની ખાતરી આપું છું. તમારો પ્રેમ મારા માટે હર હમેશાં સર્વસ્વ, શક્તિદાયક રહેશે…કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થના…કોશિશ કરીશ કે Blog નિયમિત લખતો રહું…🙏🙏🙏🙏
All reactions:
59
10 comments
Like
Comment