Published By : Parul Patel
માં. મનસુખભાઇ વસાવા…
આપ સતત સાતમીવાર અનેક બાહ્ય અને આંતરિક પડકારોને પાર કરી ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળની દાંડી થકી પુનઃ દિલ્હી લોકસભામાં પહોંચ્યા છો, જેનો એક ભરૂચી- નાગરિક, પત્રકાર અને ભાજપના જુના જોગી – કાર્યકર્તા તરીકે મને વ્યક્તિગત સવિશેષ આનંદ થયો છે…વ્યક્તિ ક્યારેય ખરાબ હોતો નથી… હા, સમય ખરાબ હોય છે…2014-2019ની જીત કરતાં 2024ની જીતનું માર્જિન બહુ ઓછું થયું છે, એનો ખેદ અને દુઃખ આપને પણ છે, અમને પણ છે જ…અને કારણો આપને પણ ખબર હતાં, અમને પત્રકારોને પણ…બાહ્ય શત્રુઓ જેટલું ‘આપણું’ બગાડી શકતા નથી, એથી વિશેષ આપણે જાતે કરેલી ભૂલો, આપણી જ ભૂલો અને આપણા જ આંતરિક શત્રુઓ, જે સાથે રહી હિતશત્રુ બનતા હોય છે, તેવા ‘સાથીદારો’ સવિશેષ બગાડી જાય છે, એ આપ હોવ કે હું હોઉં,અને એનો આપે તો જાહેર સ્વીકાર કરી અંદરના ગદ્દારોને ખુલ્લા પાડવાની જે ઈચ્છા વ્યક્ત કરી છે, એને એક પત્રકાર તરીકે હું બિરદાવું છુ,પક્ષની શિસ્ત, સંયમ અને મર્યાદાઓ વચ્ચે આપે ચૂંટણી પછી પણ લઢવાનું જ છે, અને આપે જાહેરમાં મારી આર્થિક, સામાજિક કે બીજી જે પણ શક્તિને બિરદાવી છે, ભૂતકાળના આપણા સંબંધોને ખેલદીલીથી કે ભૂલથી, સ્વીકાર્યા છે,એના જોરે, એ શક્તિ વડે જો આગામી કોઈ ન્યાય-નીતિ, પ્રામાણિકતાની લઢાઈમાં થઈ શકશે, એ અને એટલી મદદ હું આપ ઈચ્છો,તો સાથે કે પછી સામે રહીને પણ, મદદ કરીશ,આપના સત્યની, પ્રમાણિકતાની,ભ્રસ્ટાચારીઓ-વ્યભિચારીઓ વિરુદ્ધની,જનતાને સુવિધાઅંગેની , ન્યાયની લઢાઈમાં ભૂતકાળમાં પણ સાથે હતાં, ભવિષ્યમાં પણ સાથે જ રહીશું… અને જો આપ ક્યાંક ભૂલ કરશો,ખોટાં હશો, કે હતાં, તો નીડરતા પૂર્વક આપની સામે પણ હું વ્યક્તિગત અને એક પત્રકાર તરીકે લડત આપીશ…અને ખાસ કરી ચૂંટણી પછીના, પરિણામો પૂર્વેના આપના મારી સામેના આક્ષેપો સામે સત્યનાપક્ષે રહી, હજુ પણ લડત આપતો જ રહીશ… આપના જ FB પેજ પર, અને મારાં FB પેજ પર પણ….ઉપલબ્ધ અને ઇચ્છતું હશે એ કોઈ પણ મીડિયા પર…ને જો આપ તૈયાર થાઓ, તો જાહેર મન્ચ પર પણ સત્ય અને ન્યાય માટે લઢવા હું તૈયાર છુ…
![](https://narmadanews.co.in/wp-content/uploads/2024/06/442508204_777627891223364_3381911997708923249_n.jpg)
આપના પાછલા અને ખાસ કરી કેન્દ્રીયમંત્રી બનવા પૂર્વેના લાંબા અને વિક્રમી સન્માન સમારંભને સહઆનંદ યાદ કરીએ છીએ…અને સહુથી વધુ આનંદ તો સાહેબ, આ સાથે પ્રિન્ટ, વિઝ્યુઅલ મીડિયામાં સરકારી માહિતી થકી મળેલા આધારભુત સરકારી કહી શકાય એવા આર્થિક આંકડાઓમાં આપની આર્થિક ઉન્નતિ જોઈ હું અને આપણું ભરૂચ, જિલ્લો ગદ ગદ થઈ ગયા કે ગુજરાતના ભાજપના તમામ 25 સાંસદોમાં અમારાં આદિવાસીનેતા,સાદગી પ્રિય, પ્રામાણિક અને આખાબોલા નેતા મનસુખલાલ વસાવાજીની આર્થિક ઉન્નતિ 273% વધી છે અને સહુથી આગળ પ્રથમ ક્રમે રહ્યા છે, પૂનમ માડમ ને પણ પાછળ રાખીને.. અરે, પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ સાહેબ તો માઇન્સ માં રહ્યા છે.. ત્યારે આપની આ પ્રગતિને પણ બિરદાવીએ છીએ…બિનવ્યાપરીક, સંપૂર્ણ વ્યવહારિક અભિગમ છતાં એક સાદગી પ્રિય સાંસદની આટલી પ્રગતિ કોને આનંદ ના આપે? હા, જાહેર જીવનના જાહેર સેવક તો છો જ.. જેને જે બોલવું ને વિચારવું હોય તે વિચારે…બધું જ સરકારી અને એક નંબરી આવકનું જ છે… પણ એક કેહવત છે ને?? મારનારનો હાથ ઝલાય, સાંસદશ્રી, પણ બોલનારની જીભ કેવી રીતે ઝલાય??!! એ આપનાથી વધુ ભલા બીજું કોણ જાણે અને સમજે?? આ આર્થિક પ્રગતિ પણ ભરૂચ જિલ્લા માટે ગૌરવપ્રદ જ ગણાય…આમાં તો શું રાજનીતિ હોય?? હા, આપણો RS દલાલની જમીન પચાવી પાડવાનો અમારી ઉપર જે આક્ષેપ છે, એની ચર્ચા હવે પછી, અને એ પણ આપના પડકાર મુજબ પુરાવાઓ અને કાઉન્ટર પ્રશ્નો સાથે!!! પણ મનસુખલાલ કોઈ ત્રાહિત કહે, બોલે કે લખે લખાવે એને જ સાચું માની લઈ, આપ બધું FB પર મુકતા પહેલાં સત્યની પરખ કરી લો એવી ઈચ્છા કહો, સલાહ કહો કે વિનંતી.. જે માનો તે, પણ એક સાંસદસાથે સાચા ખોટાં જાહેરમાં કરવા એ ના મને શોભે, ના આપને… આપણે તો પ્રજાની પડખે રહી જનકલ્યાણ ના મોદી સાહેબના માર્ગે ચાલવાનું હોય ને?? ના મને કોઈ ખાણ -ખનીજ, રેતી લીઝની કે ડમ્પરિયાઓના,ટ્રાન્સપોર્ટ કે દારુજુગારના અડ્ડાઓ નો વ્યાપાર છે, કે ચિંતા છે..?? ના આપને કોઈ ચિંતા કે ડર છે…હા અલમાવાડીની જેમ સરકારે જેમને પણ સંચાલન જે શરતો એ સોંપ્યું એજ રીતે..સરકારી સ્કૂલની જેમ જ RS દલાલ સ્કૂલ, ભરૂચનું સંચાલન અમને આપના જ પક્ષ ભાજપ ના, અરે આપના પણ પત્રથી, નેતાઓના કહેવાથી સોમ્પયું.. અમે એની પ્રગતિ માટે છેક હાઇકોર્ટ સુધી લઢ્યા, સાહેબ કોઈ પ્રોપર્ટી પચાવી પાડવા કોર્ટમાં જાય??? હા,અમે પણ કાયદેસર યાદી મેળવી જ રહ્યા છે કે ગુજરાતમાં ભાજપના જ કેટલા અને કયા નેતાઓ શિક્ષણના વ્યાપારમાં ક્યાં, કેટલા ડૂબેલા છે…કોને કેટલી શાળાઓનું સંચાલન સોપાયું છે,કેટલું, કેવી રીતે કમાય છે… એની વિગતો આવશે એટલે આપના જ નેતૃત્વમાં આપ કહેશો તો દિલ્હી સાથે જઈશું અને મોદી સાહેબ પાસે ન્યાય માંગીશું… અને જિલ્લાના સંગઠનના મુદ્દે પણ આપ એકલા રજૂઆતો માટે સક્ષમ છો જ, પણ જો કોઈ નાનકડી મદદની જરૂર હોય-પડે તો કેહજો, ઘણાં પક્ષનાં ભ્રસ્ટાચારીઓ અને વ્યભાચારીઓની ઘણી વિગતો-જાણકારીઓ એક 25 વર્ષના મીડિયા હાઉસ તરીકે અમારી પાસે છે, સ્વભાવિક હોય…. જે સમયે સમયે અમે “અમારી રીતે” પક્ષનાં સંગઠનના-મોટાં મોવડીઓને મોકલતા રહીએ છીએ, પણ 25 વર્ષના સાંસદશ્રીનો સાથ મળે, તો અમારી સ્ટ્રેન્થ, ક્ષમતા ઔર મજબૂત થાય…સત્યો બહાર મજબૂતીથી આવે…આપને પુનઃ એકવાર જાહેર ચર્ચા વન ટુ વન…મીડિયા સામે કે વિના કરવાની ઓફર સાથે. ભૂલ કે ક્ષતિ, કંઈક ખોટું હોય, કે લાગે તો ક્ષમા યાચના સાથે *સત્ય મેવ જયતે*.
નમસ્કાર… ભારત માતાકી જય.. વંદે માતરમ…. નરેશ ઠક્કર