Published By : Parul Patel
- ✍️ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાલય-વિદ્યાભવનના ટર્મિનેટ-નોટિસ અપાયેલા શિક્ષિકા અલ્પા ગોસ્વામી, નરેન્દ્ર ટેલરની અરજી પોલીસમાં હજુ પેન્ડિંગ…?!!
- ✍️ ટર્મિનેટ કરાયેલી શિક્ષિકાએ કાયદાકિય યુદ્ધ માટે DEO, ટ્રસ્ટના સરકારી સબ રજીસ્ટાર, સહિત વિવિધ વિભાગોમાં RTI હેઠળ માંગી 30થી વધુ ચોંકાવનારી વિગતો…
- ✍️ભરૂચના જાણીતા ગાયક કલાકાર-22 વર્ષ આજ સ્કૂલમાં નોકરી કરનાર નરેન્દ્ર ટેલરને પણ આપખુદીથી ઘરે બેસાડનાર કુલવંત સામે કોર્ટ રાહે કરાશે ફરિયાદ.??
ભરૂચની અત્યંત પ્રતિષ્ઠિત કુટુંબ,એવા રૂંગટા પરિવારની ડોનેશનની જમીન પર અને તત્કાલીન મહેસુલ મંત્રી હરિસિંહ મહીડા, પુષ્પાબેન પટેલ દ્વારા જૂની પૃથ્વીકોટન મિલની સામે જ 1970માં સ્થપાયેલી અને સતત પ્રગતિ કરતા રહેલા સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચમાં છેલ્લા દોઢ બે વર્ષથી નવનિયુક્ત કથિત સંચાલક કુલવંત મણવર દ્વારા મનસ્વી વહીવટથી, હારી કંટાળી રાજીનામુ આપી, મજબૂરીથી નીકળી ગયેલા 52 વર્ષ સંસ્થા સફળતા પૂર્વક ચલાવનાર પુષ્પામેડમ, અને પાછળ જ ઝાડેશ્વર સ્થિત શાળાનું સંચાલન કરનાર નીક્કીબેનને પણ ટ્રસ્ટે છુટા કર્યા બાદ, આ સંસ્થાનો વહીવટ ભારે વગોવાઈ રહ્યો છે. શહેરની મધ્યમાં આવેલી એક સફળ અને લોકપ્રિય શૈક્ષણિક સંસ્થા-સ્કૂલ અને ટ્રસ્ટની શાખ બચાવવા ચેનલ નર્મદાએ ઝુંબેશ તો ઉઠાવી છે. મેં “ડેફરમેશન” ની ચીમકી વચ્ચે પણ બ્લોગ શ્રેણીનો નિર્ધાર ચાલુ રાખ્યો છે.
ટ્રસ્ટના મુખ્ય 3-4 ટ્રસ્ટીઓ ભરૂચ બહાર રહેતા હોય, એમને અને ભરૂચના પણ તમામ ટ્રસ્ટીઓને એક વિસ્તૃત પત્ર દ્વારા, મેં આ અંગે ઘટતું કરવા નમ્ર વિનંતી, સાવચેત કર્યા છે, જેનો સાનુકૂળ પ્રતિભાવની આશા જન્મી છે. પણ એ પૂર્વે આજે સંચાલકે જેમને દરવાજેથી જ તગેડી મુક્યા છે. એવી શિક્ષિકા અલ્પા કમલેશ ગોસ્વામી દ્વારા, અને ઘરે નોટિસ આપી 22 વર્ષની નોકરી પછી ટર્મિનેટ કરેલા ગાયક કલાકાર નરેન્દ્ર ટેલર, જેમની દીકરીનું લગ્ન માંડ 2-3 મહિનામાં માથે છે, એવા વ્યથિત પિતાની પોલીસમાં અરજી પછી પણ કોઈ યોગ્ય નિરાકરણ-રસ્તો-સમાધાન હજુ સુધી ના મળતા, આજે બીજો એક બૉમ્બ ફોડી, યુદ્ધ લાબું ચાલવાનો ઈશારો આપ્યો છે. આ બે કર્મચારીઓ એ આપ્યો છે. વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત ચેરિટી કમિશ્નર, આસી.કમિશ્નર, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી, જી.પ્રા.શિક્ષણાધિકારી સહિત તમામ લાગતા વળગતાઓને પત્રો તો ઠીક, RTI ફોર્મેટમાં જ ધારદાર પ્રશ્નોના જવાબો માહિતી અધિકારના કાયદા હેઠળ માગ્યા છે.
ટ્રસ્ટ ખાનગી ભલે હશે,vકેટલાક કાયદા એને નહીં લાગુ પડતા હશે, ત્યાં જવાબ નહીં આપીને માહિતી છુપાવશે, તો પણ 70% જેટલી માહિતીઓ બહાર આવતા શક્ય છે કે ચોંકાવનારી વિગતો બહાર આવે, અને નિયમોનુસાર વહીવટ ચલાવ્યો ના હોય ત્યાં ભારે કફોડી દશામાં ટ્રસ્ટ મુકાઈ શકે છે. એકાદ બે વ્યક્તિઓની જીદ કે અહંકાર, મનસ્વી વર્તનને લીધે આખી સંસ્થાને જો નુકસાન થશે, તો એના માટે જવાબદાર વહીવટ કર્તાઓ જ બનશે…
RTI હેઠળ મંગાયેલી 40 જેટલા પ્રશ્નોની માહિતીમાં માત્ર મુખ્ય મુખ્ય આ પ્રમાણેના મુદ્દા છે…
- 1) સંસ્કાર ભારતી ટ્રસ્ટ ના PTR ની નકલ,
- 2) સદર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સ્ટેશનરોડ સ્થિત સ્કૂલ નજીકની જગ્યાના વેચાણ અંગેની પરવાનગીઓ, બાંધકામ (અસંખ્ય દુકાનો, ઓફિસો, નવા વર્ગ ખંડો વિ.) માટે લીધેલી કાયદેસરની પરવાનગીઓની, મંજુરીઓની નકલો…
- 3) તમામ લાગતા ટ્રસ્ટના બંધારણની નકલો,
- 4) ઝાડેશ્વર સ્થિત શાળા ચલાવતા અનુકુલ ભાવિ ટ્રસ્ટ, જે.બી.મોદી વિદ્યાલયના PTRની નકલ, બે ટ્રસ્ટો વચ્ચે થયેલ કરારની વિગતો (સંસ્કાર ભારતી ટ્રસ્ટે એને મળેલી 5+3 એકર જેટલી સરકારી જગ્યા લીઝ એગ્રીમેન્ટથી અન્ય ટ્રસ્ટ એવા અનુકૂલ ભાવિ ટ્રસ્ટને આપ્યાનું કહેવાય/બોલાય છે )
- 5)છેલ્લા ત્રણ વર્ષમાં રૂંગટા સ્કૂલ/વિદ્યાલમાં બંધ થયેલા ક્લાસની-વર્ગખંડોની વિગતો…
- 6) બંને ટ્રસ્ટો દ્વારા બંને-તમામ શાળાઓમાં સરકારી ધારા ધોરણ અને નિમોનુસાર નિમણુંક પામેલા શિક્ષકો/શિક્ષિકાઓની વિગતો,
- 7) છેલ્લા ત્રણ વર્ષમાં પ્રત્યેક વિભાગોમાંથી છુટા કરાયેલા શિક્ષક-શિક્ષિકાઓની વિગત-કારણો સહિત…
- 8) સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં છેલ્લા 15 વર્ષ દરમ્યાન ફરજ બજાવતા, બજાવી ચૂકેલા કાયમી આચાર્યોની યાદી..
- 9) આ ટ્રસ્ટમાં નોકરી કરતા સ્કિલ-અનસ્કિલ સ્ટાફ, યોગ્યતા પ્રાપ્ત શિક્ષકોના અપાતાં પગારોની વિગત…
- 10) સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં મળતી સરકારી આર્થિક સહાયની વિગતો…ઓડિટ રિપોર્ટ
- 11) શાળામાં જ્યારે પણ સંચાલક (એડમિનિસ્ટ્રેટર)ની નિમણુંક કરી, કરાવી ત્યારે આપેલી જાહેરાતની વિગતો…આ પ્રક્રિયા માટે થયેલા ઠરાવની નકલ, વિગત
- 12) ખાનગી તેમજ સરકારી શાળા સંચાલન માટે મળતી ટ્રસ્ટની દરેક બેઠકના એજન્ડા, ઠરાવોની પ્રમાણિત નકલો,
- 13) શાળા મારફતે વર્ષ 2013 થી 2022 સુધી અલ્પાબેન કમલેશ ગોસ્વામી વિરુદ્ધમાં થયેલી લેખિત ફરિયાદ…
- 14) સંચાલક કુલવંત મારવલની શૈક્ષણિક લાયકાત-અનુભવ, પગાર
- 15) ટ્રસ્ટમાંથી સ્થાપક ટ્રસ્ટી પુષ્પાબેન પટેલને છુટા કરવા માટે થયેલા ટ્રસ્ટના ઠરાવ, તે સમયે હાજર ટ્રસ્ટીઓની પુરાવા સહિતની, એજન્ડા સાથેની વિગત…
- 16) બેઉ પાળી (સવાર,બપોર) એક જ સાથે એક જ પાળીમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ ભણાવવાની DEOની, સરકારી મજૂરીની વિગત…
- 17) આ શાળામાં ભણતા બાળકો પાસે રમવા માટેની નિયમોનુસારની જગ્યા, વિદ્યાર્થીઓના સાપેક્ષમાં સ્કવેર મીટરમાં…
- 18) વિધાર્થીઓને વાહનો પાર્કિંગ કરવા માટેની ઉપલબ્ધ જગ્યા…
- 19) વાર્ષિક સિક્યુરિટી કોન્ટ્રાકટ માટેના ટેન્ડર, ઠરાવ અને પ્રક્રિયાઓની વિગત…
આ અને આવા અનેક પ્રશ્નો RTIમાં પુછાયા છે, જે અર્ધ સત્ય પણ બહાર આવ્યું, તો ટ્રસ્ટી મંડળની શાખ અને વહીવટને નહીં પુરાય એવી ખોટ, નુકસાની જશે…ખરેખર તો શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓએ, ટ્રસ્ટોએ પારદર્શક વહીવટ રાખવો જોઈએ…મેં લાસ્ટ બ્લોગમાં એટલે જ લખ્યું હતું કે જો ટ્રસ્ટી મંડળ સવેળા જાગી સંચાલકને કાન પટ્ટી નહીં પકડાવે, તો બધા એ જાહેરમાં…થોભો ને રાહ જુવો…માં સરસ્વતી સહુને સદબુદ્ધિ આપે, સમયસર…🙏🙏🙏✍️