Published By : Parul Patel
- ✍️ જેની પર IPCની ગંભીર કલમો લાગેલી છે, તેવા આરોપી જૈમીનના મિત્ર (વ્યવસાય સહયોગી)ની કહેવાતી PCના આક્ષેપોનો અક્ષરસહ જવાબો અત્રે પ્રસ્તુત છે…
- ✍️ જો હું જાહેર જીવનમાં છું, તો શંકા કુશંકાના જવાબો તો નિષ્ઠાપૂર્વક મારે આપવાજ જોઈએ…હું સંનિષ્ઠ કોશિશ કરું છું…
ઝગડીયા ગેંગવોરની વાતો કદાચ ભરૂચ જિલ્લાની ગુન્હાખોરીમાં બહુ લાંબી ચાલશે, કારણ સંડોવાયેલાઓ બહુ રીઢા અને મજબૂત પીઠબળ ધરાવનાર અસંખ્ય લોકો અને કરોડો રૂપિયાનો બે નંબરીઓ વેપલો છે, કોણ સરળતાથી છોડે?? ભરૂચના ઇતિહાસમાં પહેલીવાર IPCની ગંભીર કલમોનો સામનો કરનાર આરોપીઓના વ્યવસાય સાથે સીધાસંકળાયેલા બે-ત્રણ મિત્રોએ ડરતા ડરતા પણ 5-7 મિત્રોના સહારે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી કે, કહો એક દલાલ મિત્રની મદદથી મર્યાદિત મીડિયા સુધી જ કેટલીક વાતો પહોંચતી કરી, આખા કેસને આડે રસ્તે વાળવાનો અને મીડિયાનું મોરલ તોડવાનો વિફળ પ્રયાસ કર્યો…જેમણે મારા મિત્રો સમક્ષ છોટુભાઈની કહાનીના ગીતો ગાયાં, એ પણ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું, એમનો ઇન્ટરવ્યુ મીડિયામાં સાંભળતા જ એમની સાથે સંકળાયેલાં મારા અનેક હિતેચ્છુઓના મને વિગતો આપતા મોબાઈલ આવ્યા, ભાઈ વઘાસિયાની વાતો પછી, પેહલા એને જેમણે શીખવાડીને મોકલ્યા અને વાર્તાઓ કરી, એના જવાબો હું અહીં બે બ્લોગ માં, પેહલા 2 મુદ્દા, પછી બીજા બે મુદ્દાઓના જવાબ આપીશ. આ PC કરનારાઓનો કોઈ સારો હેતુ નહીં હોય, એટલે કશું પ્રેસનોટ સ્વરૂપમાં નથી આપ્યું, અરે મારીસામે, મને સ્પર્શતા 3જા અને 4થા મુદ્દા પણ, આ નાહિમ્મત મિત્રોએ એમના મોબાઈલના વહોટસપમાંથી એક પત્રકાર મિત્રને ફોરવર્ડ કરી, એના દ્વારા બીજા પત્રકારોને ફોરવર્ડ કરાવ્યા, જેથી જો હું કોઈ સાયબર સેલમાં ફરિયાદ કરું, તો મારા પત્રકાર મિત્રો જ મારી સાથે અથડાય…બાકી આખા ઇનરવ્યુમાં મારી વિરુદ્ધ વઘાસિયા કંઈજ નામજોગ બોલ્યો નથી. પણ એને વહોટસપ પર બધું બ્રિફિંગ કરાવનારને હું નામ જોગ ઓળખી ચુક્યો છે, એનો વારો પણ પછી. મને મારા અંગત મિત્રોએ સલાહ પણ આપી કે શું કામ આવાઓને મહત્વ આપવું?? પણ જો આપણી સ્લેટ કોરી છે, સ્વયં શક્તિશાળી છીએ, તો શેરીના કુતરાથી પણ કેમ ગભરાવવું કે કન્ની કાપવી?? એટલે કુલ બે બ્લોગમાં શક્ય એટલુ વિગતે સત્ય જાહેર કરીશ, બહુ ઓછાને ભલે રસ પડે…આના પછીની ઘણી રસપ્રદ બ્લોગની શૃંખલા આપવાનો જ છું, એટલે ક્ષમા યાચના સાથે આટલી તસ્દી લેજો🙏
અહીંથી વઘાસિયાની કૉમેન્ટ અને બ્રેકેટમાં મારા જવાબો-અભિપ્રાય-સત્ય મુકું છું…
“તમે બહુ સારી રીતે જાણો છો કે અત્યારે ઝઘડિયા જીઆઇડીસીમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ (ધ્યાનથી વાંચજો-સમજજો) મેળવવા માટે “ગેંગવોર”ની ઘટના બતાવી છે (ભાઈ વઘસિયા આવું મીડિયાએ નથી લખ્યું, આ સત્ય આખા રાજ્યએ જોયું છે, પોલીસ ચોપડે FIRમાં બોલે છે) એ ગેંગવોર નથી ( ગેંગવોર વિશે ભાઇ વઘાસીયા તું ખુદ ગૂગલ પર જોઈ લેજે, કોઈ પણ બે સ્પર્ધક જૂથો વચ્ચે હિંસક સંઘર્ષ થાય ત્યારે એને ગેંગવોર જ કહેવાય, તને કોણ આ સમજાવે ભાઈ? ) પણ ધંધાકિય લડાઈ છે (હવે તું જ સ્વીકારે છે કે એ ગેંગવોર પાછળ કરોડોનો વ્યવસાય જ કારણભૂત બન્યો છે 👍) અને આ ઘટનામાં જયમીન પટેલનું નામ ઉછળી રહયું છે (એ તો મુખ્ય આરોપી છે FIR માં ઉછડી રહ્યું છે એ તું જ બોલી શકે કારણકે એ ધંધામાં તું પણ સક્રિય રીતે જોડાયેલો છે, એ તારી કરમ કુંડળી માંથી નીકળ્યું છે), ત્યારે આ બાબતે અમારો પક્ષ (ગંભીર ગુન્હાના આરોપીઓ, અને એના મળતીયાઓનો પક્ષ ??!!) રાખવા માટે આ પત્રકાર પરિષદનું ( પત્રકાર પરિષદ બોલવવાની વિધી, રીત ખબર પણ છે?? અગાઉ ક્યારેય બોલાવી પણ છે ??) આયોજન કર્યું છે જેમાં અમે તમને કેટલી ન જાણેલી (કોણે ના જાણેલી વાતો?? તમે કે મીડિયા એ??) વાતો જણાવવા માંગીએ છીએ. (આ બધું તમે ક્યાંથી જાણ્યું?? પુરાવાઓ લાવ્યા હતા?? કે કહેલું, સાંભળેલું??) આ પત્રકાર પરિષદમાં આપ સૌ મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ…(સેનાથી??)
મુદ્દો -1 : જયમીન પટેલ અને તેના મળતિયાઓએ (એમાં તમે હતા?? ક્યાં હતા? શુ રોલ છે એમાં તમારો, એનું માટી કામ તને કયા ને કેટલા વાહનોથી કરતા હતાં??) રજની વસાવા પર ફાયરિંગ કર્યું અને વાહનોમાં તોડફોડ કરી (આ વાત સ્વીકરવાની આપની ખાનદાની, ખેલદિલી, મદદ નોંધપાત્ર છે અને એ બદલ બધા જ બહુજ આભારી રહેશે). પણ અમારો સવાલ એ છે કે, કંપનીનો કોન્ટ્રાકટ મેળવવા માટે રજની (ફરિયાદી )વસાવા સાઉથનું ફીલ્મ ચાલતું હોય તેમ 20 થી વધારે ગાડીઓ તેમજ 100 થી વધારે હથિયારધારી માણસો (કોણે ગણ્યા?? કોઈ વિઝ્યુઅલ હોય તો પ્લીઝ આપો અમને, પોલીસને) સાથે કંપનીમાં કેમ ગયો હતો? (તમે કે તમારી/ જૈમીનની કથિત ગેંગ ત્યાં શુ કામ ગઇ હતી કે ગયા હતા? ને કેટલા વાહનો અને માણસો, કયા ઈરાદા સાથે?? તમારું તો કહેવું છે કે કામ તમારું જ ચાલતું હતું ને??) શું તેનો ઇરાદો કંપની સંચાલકોને ડરાવવાનો હતો ? (આખી GIDC ને જૈમીન અને એની ટોળકી રોજ ગુલાબનું ફૂલ આપી પ્રેમ-સન્માન કરતી હતી?? તો પેરોલ પર છૂટનારાઓને જયમીન કેમ નોકરી રાખતો હતો??) અથવા તો જયમીન પટેલનું કામ બંધ કરાવવાનો હતો? (જયમીન ત્યાં શુ કામ કરતો હતો, એ કોણ કહેશ?)
મુદ્દો – 2 : ઝઘડિયા જીઆઇડીસીમાં વર્ષોથી છોટુભાઇ વસાવા અને તેમના પરિવારનો દબદબો હતો. (દબદબો એટલે કેવો? ગુંડાગિરી?? ભાઈ તું ઝગડીયામાં ક્યારથી આવ્યો?? અહીંનું મીડિયા આ ભાઈને 92 થી ઓળખે છે, ને આખી કુળની ABCD જાણે છે જ, ને પાના ના પાના ભરાય એટલું એમની વિરુદ્ધ લખાયું જ છે) વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકો અત્યાર સુધી ઔદ્યોગિક દ્રષ્ટિએ પછાત કેમ રહયો તેના કારણો આપ સૌ સારી રીતે જાણો છો. (આખું રાજ્ય અને દેશ જાણે છે, તું પછી આવ્યો છું ભાઈ), છોટુભાઇ વસાવા અને તેમના પરિવારે કંપનીઓ વાળાઓને એ હદે ડરાવ્યાં અને ધમકાવ્યાં છે કે તેમને ઉદ્યોગો બંધ કરી દેવાની નોબત આવી હતી અને નર્મદા સ્કૂટર ફેકટરી તેનું ઉદાહરણ છે. (આ, જે બ્લોગમાં જૈમીનનો બંગલો જોઈને તમે ભડકયા, એ બ્લોગમાં મેં જ તો લખ્યું છે અને આ સત્ય કોણ નથી જાણતું કે તારે એ કહેવા PC કરવી પડી?? કે કારણ કોઈ ચોક્કસ બીજું હતું દોસ્ત??) આ વિસ્તારમાં વિકાસના દુશ્મન કોણ છે, તે આપ સારી રીતે જાણો છો (તો પછી તમે અમને/મીડિયાને જણાવો કેમ છો?? તમે શું છો એ ઇન્ડસ્ટ્રી માંથી તપાસ કરાવી?? એમના રક્ષક બનવું હતું તો એમની સિક્યુરિટી બનવું હતું ને? ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, લેબર અને RMC ના પ્લાન્ટ્સમાં કેમ પડ્યા?? રૂપિયા તો સિક્યુરિટીના ધંધામાં પણ મળતે જ ને એ પણ ઈજ્જત થી..!!!) અને તેના તમે પણ સાક્ષી છો. (પત્રકારો બધાં બહુના અને ઘણા સત્યના ચાહે-અનચાહે સાક્ષી જ બની રહે છે ભાઈ) ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં આવેલી કંપનીઓમાંથી હપ્તાઓ કોણ ઉઘરાવે છે ? (તમે નથી ઉઘરાવતા ને?? ઉઘરાવશો પણ નહીં, હવે સરકાર, પોલીસ ને મીડિયાની સીધી નજર રહેશે) રજની વસાવા કે જે યુથ પાવરનો પ્રમુખ પણ છે અને છોટુભાઇનો ભાણેજ પણ છે. (તમારામાં કોઇ નેતાનો ભત્રીજો જૈમીન સાથે છે કે નહીં, એ તો બોલ્યા જ નહીં !! છૂપું રાખવાનું હતું?? હજુ પણ ? ) અત્યાર સુધી રજની વસાવા કેમ ચૂપ રહયો ? (રજનીને જ પૂછો, તમારો વ્યવસાયિક હરીફ જ તો છે, ક્યાં શત્રુતા છે??) હવે જ કેમ અવાજ ઉઠાવવા સામે આવ્યો છે ? (એનો જવાબ પણ રજની જ આપશે, એ માટે પ્રેસ કોન્ફ્રન્સ થોડી થાય?? એમાં પત્રકારો શું જવાબ આપે, આપવાના??) છોટુભાઇ વસાવાના પરિવારે ઉજળિયાતોની જમીનો એટ્રોસીટીની ધમકીઓ આપી પચાવી પાડી છે. (ઉજળીયાતોને જ્યારે બેહદ સુરક્ષાની જરૂર હતી, ત્યારે તેમને રક્ષણ આપનારાઓ તમારા જેવા ક્યાં હતા?? હજુ પણ શું મોડું થયું છે?? કેમ્પ ચલાવો, બુદ્ધિ, શક્તિ ને રૂપિયાનો ઉપયોગ સદમાર્ગે કરો, મીડિયા પાછળ પાછળ દોડતું આવશે, paid મીડિયાની પણ જરૂર નહીં પડે, આવા પીડિતોને જ પૂછો, જાહેરમાં મોટી પ્રેસ કોન્ફ્રન્સ કરીને બોલાવો અને ચલાવો આંદોલનો, બધું જ મીડિયા તમારી સાથે રહેશે ) આજે ઉજળીયાતો (મેં જાણ્યું કે આપ ઉજળિયાત લેવા પટેલ છો, સારી લાગણી છે એમના માટે, કરો કકું ના ) તેમના જ ખેતરમાં મજૂર તરીકે કામ કરવા માટે મજબુર બની ગયાં છે. (આપોને મીડિયા ને, મને તસ્વીર પુરાવાઓ સાથે આ બધું, કસમથી જો ચેનલ નર્મદા ઝુંબેશ ના ચલાવે તો) આ સ્થિતિ માટે જવાબદાર કોણ? (શુ આ બધું જોઈ, ચલાવી લેનારા ત્યાંના લોકો, ઉદ્યોગો,રહીશો, તમારા જેવા ઉજડીયાતો- લોકો નથી જવાબદાર ?? અને હવે આવો ગુન્હો દબાવવા આવી બધી જનકલ્યાણની લાગણીઓ અને પસ્તાવાઓ જાહેરમાં કેમ ??) છોટુભાઇ વસાવાએ માત્ર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે (અને આપની ટીમે?? જોડાઈ જાઓ ચૈતર વસાવા જોડે આદિવાસી કલ્યાણના કર્યો માટે, પુણ્ય મળશે ને છોટુ ભાઈ ઘરે બેસસે, ભાજપ પણ, તમે મસીહા બનશો એ જુદું.) તેમણે પોતાના પરિવાર સિવાય અન્ય માટે કશું કર્યું નથી. (તમે કરેલા જનકલ્યાણ, માનવતાના કાર્યો કર્યા તમારા સમાજ માટે જણાવશો??) તેઓ બે બે પત્નીઓ રાખી આદિવાસી સમાજને શું સંદેશ આપવા માગે છે?(આદિવાસીઓના રીતિ રિવાજમાં સરકાર, કાયદો કાંઈ કરી શકતી હોય તો તમે ઝુંબેશ ઉઠાવો, મીડિયા તમારી સાથે છે, કેટલાક તો આદિવાસીના હોવા છતાં બે બે સ્ત્રીઓ અને તે પણ બે નમ્બરમાં રાખે, પાલવે છે, તમારી આજુ બાજુમાં જ તપાસ કરી લેજો મિત્ર વર્તુળમાં જ, પછી મને મળજો…) છોટુભાઇ એન્ડ કંપની પાસે કેટલી જમીનો છે અને તેમાં કેટલી એમના નામ પર છે અને શેરડીનું ઉત્પાદન કરી કેટલી આવક મેળવે છે તેની તપાસ કરવામાં આવે, તો અનેક કૌભાંડ બહાર આવી શકે તેમ છે. (તમે જો આ અને આટલું બધું જાણતા હો, આ વિસ્તારના ભોમિયા હો, તો આદિવાસીઓના હિતમાં વિગતો એકત્ર કરી આપો બધાં મીડિયાને અને પછી બોલજો, કે મીડિયા એક પક્ષીય છે, ડરપોક છે…વિગેરે વિગેરે…ખુદ પણ હિંમત અને તાકાત રાખ્યા પછી આદિવાસીઓના, ઉદ્યોગોની ભલાઈની વાત કરો, તો સારું લાગે, ગુન્હો કે ગુન્હેગાર મિત્રને,પોતાના વ્યપારને બચાવવા આવું બધું નિરર્થક બને મિત્ર).
કુલદીપ વઘાસિયાએ કોઈ જૈમીન તરફી મિત્ર અને વકીલની સલાહથી, ગુન્હાની ગંભીરતાને ઘટાડવા, મીડિયાને ડાયવર્ટ કરી સોમવારે ગુરુ પૂર્ણિમા એ જૈમીનની જામીન અરજી દરમ્યાન રાહત મેળવવાની લ્હાયમાં પ્રેસ વાર્તાલાપ કરીને એક નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, એ સહુ સમજી શકે છે. પ્રથમ અંકમાં એના, બે મુદ્દાઓને મેં જવાબ આપ્યો છે, બહુ લાંબો બ્લોગ ના થાય એટલે બીજા બે મુદ્દાનો અક્ષરસહ: જવાબ આવતી કાલના બ્લોગ માં…paid newsની કુલદીપ એન્ડ પાર્ટી ને જરૂર જ નાં પડે, બહુ મહેનતે એના કમાયેલા રૂપિયા ખોટા ના વેડફાય, એટલે આ માધ્યમથી એને અને એની ટોળકીને ખુલ્લી ઓફર છે કે ભાઈ, લોકશાહી છે, મીડિયા સહુનું છે, જે સત્ય છે, એના માટે અમે છીએ જ, પણ અસત્ય અને ગુન્હાખોરી માટે કે સાથે જરાય નહીં…જરૂર પડે, તું-તમે સાચા હોવ તો રજનીની જેમ તું પણ બેધડક ચેનલ નર્મદાના 55 પગથિયાં ચઢીને આવી જજે, પણ પહેલા મોબાઈલ કરી કન્ફર્મ ચોક્કસ કરજે, બાકીની તારી બે વાહિયાત વાતોનો પણ જવાબ તો હું સચોટ જ આપીશ..✍️✍️✍️✍️✍️✍️